<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

Pok માં કર્ફયુ! શાળા-કોલેજો-બેંકો-ATM બંધઃ લોકોમાં દહેશત

તમામ સરકારી ઓફિસોને તાળાઃ લોકો ખાવા-પીવાની ચીજોનો સંગ્રહ કરવા લાગ્‍યાઃ ભારત ત્રાટકશે એવો ભય : ૧૦૦૦થી વધુ મદ્રેસા પણ બંધઃ ૧૦ દિ' માટે તમામ ધાર્મિક આયોજન બંધ

નવી દિલ્‍હી, તા.૩: પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતના બદલાના ડરથી પાકિસ્‍તાનીઓમાં એટલી હદેશત ભરાઈ ગઈ છે કે ત્‍યાં કફર્યુ જેવી સ્‍થિતિ છે. પાકિસ્‍તાન અધિકળત કાશ્‍મીરમાં હજારો મદરેસા અને શાળાઓ ઉપરાંત, બેંકો અને એટીએમ પણ બંધ કરી દેવામાં આવ્‍યા છે. ઓફિસોમાં પણ ફક્‍ત ઈમરજન્‍સી સેવાઓ પૂરી પાડતા વિભાગો જ ખુલી રહ્યા છે. પાકિસ્‍તાન અધિકળત કાશ્‍મીરમાં એક હજારથી વધુ મદરેસા ૧૦ દિવસથી બંધ છે. ભારત તરફથી સંભવિત હુમલાને ધ્‍યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્‍યું છે. પાકિસ્‍તાની બેંકો પણ LoC નજીક પોતાની શાખાઓ બંધ કરી રહી છે. પાકિસ્‍તાનની હબીબ બેંક લિમિટેડે પીઓકેમાં તેની શાખા અચાનક બંધ કરી દીધી છે. શાખાની બહાર લાગેલી નોટિસમાં કહેવામાં આવ્‍યું છે કે LOC માં સુરક્ષા કારણોસર બેંકનું ATM બંધ છે.

પાકિસ્‍તાન અધિકળત કાશ્‍મીરની સરકાર હુમલાના ડરમાં જીવી રહી છે. તેમણે લોકોને બે મહિના માટે રાશન એકત્રિત કરવા કહ્યું છે. પીઓકેના વડા પ્રધાન ચૌધરી અનવરુલ હકે એલઓસીની સરહદે આવેલા તમામ ૧૩ જિલ્લાઓમાં લોટ, કઠોળ અને ચોખાના બે મહિનાના રાશનનું વિતરણ કરવાનો આદેશ આપ્‍યો છે. દરેકને દવાઓ અને અન્‍ય જરૂરી વસ્‍તુઓ એકત્રિત કરવાનું પણ કહેવામાં આવ્‍યું છે.

શુક્રવારે પાકિસ્‍તાની સેનાના ઉચ્‍ચ અધિકારીઓની એક કટોકટી બેઠક યોજાઈ હતી. પાકિસ્‍તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને ટોચના જનરલોએ તેમાં ભાગ લીધો હતો. કોર્પ્‍સ કમાન્‍ડરોની આ બેઠક રાવલપિંડીના મુખ્‍યાલયમાં થઈ હતી. આમાં ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેના તણાવ વચ્‍ચે લશ્‍કરી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. પાકિસ્‍તાની સેનાએ કહ્યું કે તે કોઈપણ હુમલાનો યોગ્‍ય જવાબ આપશે.

પાકિસ્‍તાનના વડાપ્રધાન મોહમ્‍મદ શાહબાઝ શરીફે સાઉદી અરેબિયાના રાજદૂત નવાફ બિન સઈદ અલ મલિકીને મળ્‍યા હતા. પહેલગામ આતંકવાદી હુમલા પર તણાવ વચ્‍ચે, શરીફે કહ્યું કે પાકિસ્‍તાન તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરે છે. તેમણે સાઉદી અરેબિયા જેવા મિત્ર દેશોને આ ક્ષેત્રમાં તણાવ ઓછો કરવા માટે ભારતને મનાવવા વિનંતી કરી. તેમણે દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્‍થિરતા માટે પણ પ્રાર્થના કરી.

દુનિયાભરમાંથી સમર્થન ન મળવાને કારણે પાકિસ્‍તાન હતાશ છે. પાકિસ્‍તાનના સંરક્ષણ પ્રધાન ખ્‍વાજા આસિફે કહ્યું છે કે જો ભારત સિંધુ નદી પર કોઈ માળખું બનાવીને પાણી રોકવાનો પ્રયાસ કરશે તો તેમનો દેશ હુમલો કરશે. પહેલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ રદ કરવાનો નિર્ણય લીધો છે. આસિફ સતત ધમકી આપી રહ્યો છે.

 

(10:45 AM IST)