<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

ગૂગલ મેઈલનો ઉપયોગ કરનારાઓને સાવધાન રહેવા તાકીદ

જો જો તમારું ગૂગલ મેઈલ હેક અથવા મેઈલની લોગ ઈન ડિટેલ્‍સ ચોરી નથી થઈ ને? નવા ફિશિંગ કૌભાંડથી ગૂગલ મેઈલના યૂઝર્સની લોગ ઈન ડિટેલ્‍સ ચોરી થઇ શકેઃ કૌભાંડ એટલું વાસ્‍તવિક લાગે કે, સરળતાથી કોઇ છેતરાઇ શકે

નવી દિલ્‍હી,તા.૦૩: ઇન્‍ટરનેટ ઉપયોગકર્તાઓ પર ફરી એકવાર મોટી મુશ્‍કેલી આવી રહી છે. G-mall નો ઉપયોગ કરતા યૂઝર્સ માટે આ એક ગંભીર બાબત છે. એક નવા પ્રકારનું ફિશિંગ કૌભાંડ દ્વારા સ્‍કેમર્સ G-mall યૂઝર્સની લોગ ઇન ડિટેલ્‍સ ચોરી શકે છે. આ ફિશિંગ કૌભાંડ એટલું વાસ્‍તવિક લાગે છે કે કોઈપણ સરળતાથી છેતરાઈ શકે છે. તેથી ગૂગલે તમામ યુઝર્સને અત્‍યંત સાવધાન રહેવા માટે જણાવ્‍યું હતું. Googleએ પોતે આ સ્‍કેમની પુષ્ટિ કરી છે અને યૂઝર્સને આવા શંકાસ્‍પદ ઇ-મેઇલથી દૂર રહેવા માટે ચેતવણી આપી છે. જો તમે ભેદરકાર રહેશો તો તમાશ Gmail એકાઉન્‍ટની સંપૂર્ણ એક્‍સેસ સાઈબર ભેજાબાજોના હાથમાં જઈ શકે છે.

આ કૌભાંડમાં, યૂઝર્સને no-reply@ google.com પરથી એક ઇમેઇલ આવે છે. આ મેઇલમાં એવો દાવો કરાય છે કે યૂઝર્સના Google એકાઉન્‍ટ સંબંધિત ડેટા માટે સમન્‍સ જારી કરાયું છે. મેઇલમાં એક લિંક પણ આપવામાં આવે છે, જે દેખાવમાં બિલકુલ Google સપોર્ટ પેજ જેવી લાગે છે.

ચોંકાવનારી વાત એ છે કે આ ફેંક સાઈટ ભગવના પોતાના પ્‍લેટફોર્મ sites. google.com પર હોસ્‍ટ કરાઈ છે. આનો અર્થ એ થયો કે ભેજાબાજે ખૂબ જ ચાલાકીથી કામ કર્યું છે, જેથી લિક વાસ્‍તવિક લાગે અને યૂઝર્સ સરળતાથી વિશ્વાસ કરે અને સ્‍કેમર્સ દ્વારા રચેલા કૌભાંડમાં ફસાઈ જાય. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ મેઇલ Google ડોમેનકીઝ આઈડેન્‍ટિફાઈડ મેઈલ (DKIM) જેવી સુરક્ષાને પણ પાર કરી જાય છે, જેના કારણે તે અસલી મેઈલ જેવો જ દેખાય છે. એટલું જ નહીં, આ મેઇલ Gmail ગ્રેડમાં આવે છે જેમાં Googlett અસલી એલર્ટ હોય છે. જેના કારણે સામાન્‍ય યુઝર્સ માટે અસલી અને નકલી મેઈલ વચ્‍ચેનો તફાવત પારખવો ખૂબ જ અઘરું બની જાય છે. મેઇલમાં આપેલી લિક પર ક્‍લિક કરવાથી યૂઝર્સ એક એવા પેજ પર પહોંચે છે જે બિલકુલ Googleના લોગઇન પેજ જેવું જ હોય છે. જેવું તમે ત્‍યાં તમારી લોગ-ઇન વિગતો દાખલ કરો છો, કે તરત જ તમારી સંવેદનશીલ માહિતી સાઈબર ભેજાબાજોના હાથમાં પહોંચી જાય છે.

ઉલ્લેખનીય છે કે, એકબાજુ મોબાઇલ અને સોશિયલ મિડિયાએ વર્તમાન ઝડપી દોડતા વિશ્વમાં અનિવાર્ય અને આવશ્‍યક ટૂલ પૂરવાર થઈ રહ્યું છે ત્‍યારે સિક્કાની બીજીબાજુ આ ટુલની નકારાત્‍મક અસરને કારણે વપરાશકર્તા ભોગ બની રહ્યાની ફરિયાદો ઉઠી રહી છે.

Google આવા સ્‍કેમ પર કામ કરી રહ્યું છે

Googleએ આ સ્‍કેમને સ્‍વીકાર્યો છે અને જણાવ્‍યું છે કે, આ OAuth અને DKIM નો એક નવો પ્રકારનો દુરુપયોગ છે. તેઓ આ સમસ્‍યા પર કામ કરી રહ્યા છે અને યુઝર્સની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી પગલાં લઈ રહ્યાં છે. વધુમાં, Google તમામ વપરાશકર્તાઓને આવા ફિશિંગ હુમલાઓથી બચવા માટે ટુ-ફેક્‍ટર ઓથેન્‍ટિકેશન (2FA) ચાલુ કરવા અને પાસકી જેવા સુરક્ષિત વિકલ્‍પોનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યું છે.

અજાણી લિંક પર ક્‍લિક કરતા પહેલાં હજાર વખત વિચારવું

સાઇબર નિષ્‍ણાતના જણાવ્‍યા અનુસાર, આ ફિશિંગ કૌભાડની સૌથી ખતરનાક બાબત એ છે કે તે Googleના પોતાના ડોમેન અને સિકયોરિટી પ્રોટોકોલનો દુરુપયોગ કરતું હોવાથી સામાન્‍ય યુઝર્સ માટે તેને ઓળખવું અત્‍યંત મુશ્‍કેલ બની જાય છે. યુઝસે ખાસ કરીને આવા ઇમેઇલ્‍સમાં આપવામાં આવેલી લિંક પર ક્‍લિક કરતા પહેલા હજાર વખત વિચારવું જોઈએ. DKIM પાસ થવાનો અર્થ એ છે કે ઈમેઈલ મોકલનારની ઓળખ પ્રમાણિત થઈ ગઈ છે. પરંતુ આ કિસ્‍સામાં સ્‍કેમર્સે Googleના ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરનો જ ઉપયોગ કરીને આ પ્રમાણપત્ર મેળવ્‍યું છે, જે એક નવી અને ચિંતાજનક ટેકનિક છે.

(11:34 AM IST)