News of Saturday, 3rd May 2025
વડાપ્રધાન મોદી બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ 9 મેના રોજ રશિયાના વિજય દિવસની પરેડમાં નહીં જાય
પહલગામ આતંકવાદી હુમલાને કારણે ભારતનો મોસ્કો પ્રવાસ રદ : સંજય સેઠ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ 9 મેના રોજ મોસ્કોમાં રશિયાના વિજય દિવસની ઉજવણીમાં હાજરી આપશે નહીં. રશિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પરેડમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમના સ્થાને રાજનાથ સિંહ મોસ્કો જવાના હતા, જે ગયા મહિનાના પહેલગામ આતંકવાદી હુમલાને કારણે રદ કરવામાં આવ્યો છે.
સંરક્ષણ રાજ્ય મંત્રી (MoS) સંજય સેઠ બીજા વિશ્વ યુદ્ધમાં જર્મની પર સોવિયત સંઘની જીતના 80 વર્ષની ઉજવણી માટે યોજાનારી પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
રશિયન અધિકારીઓએ વડાપ્રધાન મોદીના વાર્ષિક કાર્યક્રમ માટે મોસ્કો ન જવાના નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ કર્યું ન હતું. પરંતુ અહેવાલો સૂચવે છે કે 22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલા બાદ પ્રવર્તમાન સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.
વિજય દિવસ રશિયાનું રાષ્ટ્રીય ગૌરવ છે અને તેમાં ઘણા વૈશ્વિક નેતાઓ અને લશ્કરી પ્રતિનિધિઓ હાજરી આપે છે.
વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે બે વાર રશિયાની મુલાકાત લીધી હતી, એક રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાર્ષિક સમિટ માટે અને બીજી કાઝાનમાં બ્રિક્સ સમિટમાં હાજરી આપવા માટે.
પુતિન આ વર્ષના અંતમાં બંને દેશો વચ્ચેની વાર્ષિક સમિટ માટે ભારતની મુલાકાત લે તેવી અપેક્ષા છે.
રશિયન રાષ્ટ્રપતિએ અગાઉ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી, તેને "ઘાતકી ગુનો" ગણાવ્યો હતો અને ભારત સાથે આતંકવાદ સામે લડવામાં રશિયાના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.
એક કડક સંદેશમાં, વડાપ્રધાન મોદીએ આતંકવાદીઓ અને તેમના સમર્થકોને "પૃથ્વીના અંત સુધી" ઓળખી કાઢવા અને પકડી લેવાની પ્રતિજ્ઞા લીધી છે. મંગળવારે ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક દરમિયાન પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપવા માટે સશસ્ત્ર દળોને "સંપૂર્ણ ઓપરેશનલ સ્વતંત્રતા" પણ આપવામાં આવી છે, એમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.
ભારતીય કાર્યવાહીના ડરથી ગભરાયેલા પાકિસ્તાને દાવો કર્યો છે કે ભારત ટૂંક સમયમાં પડોશી દેશ પર લશ્કરી હુમલો કરશે. ઇસ્લામાબા દે કહ્યું કે તે નવી દિલ્હી તરફથી કોઈપણ "દુઃસાહસ" અથવા "આક્રમકતા" નો જવાબ આપવા માટે તૈયાર છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
