News of Saturday, 3rd May 2025
દુનિયામાં સૌથી વધુ ૮૪૫ કરોડનો પગાર આ વ્યક્તિને મળે છે
એપલના સીઈઓ ટિમ કૂક, ટેસ્લાના એલન મસ્ક અને માઈક્રોસોફ્ટના સત્ય નડેલા પણ એક વ્યક્તિથી હાર્યા

નવી દિલ્હી,તા.૦૩: બધા જાણે છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓના સીઈઓને ભારે પગાર મળે છે. શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધુ પગાર મેળવનાર CEO કોણ છે? આ મામલે એપલના સીઈઓ ટિમ કૂક, ટેસ્લાના એલન મસ્ક અને માઈક્રોસોફ્ટના સત્ય નડેલા પણ એક વ્યક્તિથી હાર્યા છે. જીમ એન્ડરસનને વિશ્વમાં સૌથી વધુ પગાર મળે છે. તેઓ કોહેરન્ટ કોર્પ., એક અમેરિકન ઓપ્ટિકલ મટિરિયલ અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીના વડા છે. વર્ષ ૨૦૨૪માં, તેમને ૧૦૧.૫ મિલિયન ડોલર (લગભગ ૮૪૫ કરોડ રૂપિયા) પગાર તરીકે મળ્યા હતા. Equilar ૧૦૦ ની યાદીમાં તેઓ એકમાત્ર એવા સીઈઓ છે જેમનો પગાર નવ આંકડાનો છે.
Equilar ૧૦૦ યાદીમાં ઼૧ બિલિયન કે તેથી વધુ વાર્ષિક આવક ધરાવતી કંપનીઓના CEO ને સ્થાન આપવામાં આવ્યું છે. એન્ડરસનનો પગાર લગભગ સંપૂર્ણપણે (૯૯.૪%) શેર પુરસ્કારો પર આધારિત હતો. આ રકમ ૨૦૨૪ માં યુએસ કંપનીઓમાં મળતા સરેરાશ ઼૨૫.૬ મિલિયન પગાર કરતાં ચાર ગણી વધારે છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
