<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

ભારતીય સેના વધુ તાકાતવર બનશે : નવી એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમથી થશે સજ્જ: 85V સ્વોર્ડ મિસાઇલ ખરીદવા નિર્ણય લીધો

48 લોન્ચર અને નાઇટ વિઝન સાઇટ્સ પણ ખરીદવામાં આવશે. વી સ્વોર્ડ મિસાઇલ કોઈપણ વિસ્ફોટ વિના પોતાના લક્ષ્યને હિટ કરવામાં સક્ષમ: મિસાઈલનો ઉપયોગ પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓને મારવા માટે પણ કરી શકાય

પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી સ્થિતિ બાદ ભારતીય સેનાએ 85V સ્વોર્ડ મિસાઇલ ખરીદવાનો નિર્ણય લીધો છે. આ સાથે, 48 લોન્ચર અને નાઇટ વિઝન સાઇટ્સ પણ ખરીદવામાં આવશે. વી સ્વોર્ડ મિસાઇલ કોઈપણ વિસ્ફોટ વિના પોતાના લક્ષ્યને હિટ કરવામાં સક્ષમ છે. તેનો ઉપયોગ સામાન્ય લોકોમાં છુપાયેલા આતંકવાદીઓને મારવા માટે થાય છે. આવી સ્થિતિમાં, ભારત આ મિસાઈલનો ઉપયોગ પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓને મારવા માટે પણ કરી શકે છે.

આ મિસાઇલ સામાન્ય રીતે ડ્રોન દ્વારા છોડવામાં આવે છે. આની મદદથી, લાંબા અંતરના લક્ષ્યોને ચોકસાઈથી ફટકારી શકાય છે. આ મિસાઈલ દ્વારા અમેરિકાએ અલ કાયદાના વડા અને 9/11 હુમલાના માસ્ટરમાઇન્ડ અલ ઝવાહિરીને મારી નાખ્યો હતો.

આ મિસાઇલ ખૂબ જ નાની અને તેને ડ્રોનથી કરી શકાય છે હુમલો ,આ મિસાઇલનું લક્ષ્ય અત્યંત સચોટ ,આ મિસાઇલમાં 6 તીક્ષ્ણ બ્લેડ ,આ બ્લેડ મિસાઇલના લક્ષ્યને કાપીને તેનો નાશ કરે છે,આ મિસાઇલનું નામ V Sword છે

V સ્વોર્ડ મિસાઇલનું સાચું નામ હેલફાયર R9X મિસાઇલ છે. તેને "ફ્લાઇંગ ગિન્શુ" અથવા "તલવાર મિસાઇલ" તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મિસાઇલ પોતાના લક્ષ્ય પર વિસ્ફોટ થવાને બદલે તેને છ બ્લેડથી કાપી નાખે છે. અમેરિકાએ ડ્રોન યુદ્ધમાં આ મિસાઇલનો મોટા પાયે ઉપયોગ કર્યો હતો. હવે ભારતે પણ અમેરિકા પાસેથી આ મિસાઇલ ખરીદવાનો નિર્ણય લીધો છે.

(9:32 PM IST)