<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

સિંગાપોરની પીપલ્સ એક્શન પાર્ટીએ સતત 14મી વખત સામાન્‍ય ચૂંટણીમાં જીત પોતાના નામે કરી

7 ઓગસ્ટ, 1965ના રોજ સિંગાપોર એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું હતું જ્યારે પીપલ્સ એક્શન પાર્ટી 1959થી શાસન કરી રહી છે.

નવી દિલ્‍હીઃ સિંગાપોરની પીપલ્સ એક્શન પાર્ટીએ સતત 14મી વખત સામાન્ય ચૂંટણીમાં જીત નોંધાવી પોતાના છ દાયકાના શાસનને આગળ વધાર્યો છે. ગ્લોબલ ટ્રેડ વૉરથી ઉત્પન્ન આર્થિક ઉથલ-પાથલ વચ્ચે સિંગાપોરની જનતાએ પોતાના નવા વડાપ્રધાનને મજબૂત જનાદેશ આપ્યો છે.  7 ઓગસ્ટ, 1965ના રોજ સિંગાપોર એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું હતું. જ્યારે પીપલ્સ એક્શન પાર્ટી 1959થી શાસન કરી રહી છે.
આ સામાન્ય ચૂંટણીઓમાં, PAP એ 97 સંસદીય બેઠકોમાંથી 87 બેઠકો જીતી હતી અને વિપક્ષ પાછલી ચૂંટણીઓમાં તેની લીડ જાળવી રાખવામાં નિષ્ફળ ગયું હતું. આ PAP ની લોકપ્રિયતા દર્શાવે છે. એશિયાના નાણાકીય કેન્દ્ર તરીકે જાણીતા સિંગાપોરમાં, ચૂંટણી પહેલા PAP ની સત્તા પર મજબૂત પકડથી લોકોમાં નિરાશાના કેટલાક સંકેતો હતા. સિંગાપોરની મોટાભાગની વસ્તીએ તેમના જન્મથી જ કોઈ અન્ય પક્ષને સત્તા પર જોયો નથી.

(12:07 PM IST)