<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

અમેરિકાના કેલિફોર્નિયામાં અચાનક પ્લેન ક્રેશઃ પાયલટનું મોત

પ્લેન ક્રેશ થયા બાદ તે બે ઘરોની છત પર પડતાઃ બે ઘરોમાં લાગી આગઃ ફાયરબ્રિગેડના 40 થી વધુ કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યા હતાઃ પ્લેન ક્રેશ થવાના કારણે ઘરનો એક મોટો ભાગ ધ્વસ્ત

નવી દિલ્‍હીઃ  અમેરિકામાં અચાનક પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે, જેમાં પાયલટનું મોત નિપજ્યું છે. પ્લેન ક્રેશ થયા બાદ તે બે ઘરોની છત પર પડ્યું, જેના કારણે ઘરમાંથી પણ ધુમાડો ઉઠવા લાગ્યો હતો. ઘટનાની ફાયરબ્રિગેડના 40 થી વધુ કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને અનેક કલાકોની ભારે જહેમત બાદ તેમણે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, પ્લેન ક્રેશ થવાના કારણે ઘરનો એક મોટો ભાગ ધ્વસ્ત થઈ ગયો હતો.
પ્લેન ક્રેશ થવાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ તુરંત હરકતમાં આવી હતી. પોલીસે જે ગલીમાં વિમાન ક્રેશ થઈને પડ્યું તે ગલીને પોલીસે બ્લોક કરી દીધી હતી અને સામાન્ય લોકોનું અવન-જવન બંધ કરી દીધું હતું. આ સાથે લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી હતી.
આ અકસ્માત કેલિફોર્નિયાની સિમી ઘાટીમાં થયો હતો, જે લૉસ એન્જિલસથી ફક્ત 80 કિલોમીટરની દૂરી પર છે. આ ઘટનાના અનેક ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે, જેમાં એક ઘરમાંથી ભયાનક ધુમાડો જોવા મળ્યો હતો.

(12:08 PM IST)