News of Sunday, 4th May 2025
પંજાબ પોલીસને મળી એક મોટી સફળતાઃ અમૃતસરમાં એક મોટા જાસૂસી કૌભાંડનો કર્યો પર્દાફાશઃ બે જાસૂસોને લીધા સકંજામાં
આરોપીઓ સેનાની ગુપ્ત માહિતી લીક કરી રહ્યા હતા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથેના સંબંધોનો પર્દાફાશ થયો

નવી દિલ્હીઃ પંજાબ પોલીસને એક મોટી સફળતા મળી છે. અમૃતસરમાં એક મોટા જાસૂસી કૌભાંડનો પર્દાફાશ કરીને બે જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ સેનાની ગુપ્ત માહિતી લીક કરી રહ્યા હતા. આ બંનેના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથેના સંબંધોનો પર્દાફાશ થયો છે.
આરોપીઓની ઓળખ પલાક શેર મસીહ અને સૂરજ મસીહ તરીકે થઈ છે. માહિતી અનુસાર, આરોપીઓએ દુશ્મનને આર્મી કેમ્પ અને એરબેઝના ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા. જેલમાં બંધ હરપ્રીત સિંહ ઉર્ફે પિટ્ટુ ઉર્ફે હેપ્પીનું કનેક્શન છે. બંને સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
