News of Sunday, 4th May 2025
વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક
પ્રધાનમંત્રીને અરબી સમુદ્રમાં મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોની એકંદર પરિસ્થિતિ વિશે માહિતી આપી હતીઃ આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ પણ હાજર હતા. તે બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ પણ હાજર

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ હવે દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રવિવારે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની પૃષ્ઠભૂમિ સામે આ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. નોંધનિય છે કે, અગાઉ નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ શનિવારે પ્રધાનમંત્રીને મળ્યા હતા અને તેમને અરબી સમુદ્રમાં મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોની એકંદર પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.
નોંધનિય છે કે, અગાઉ નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ શનિવારે પ્રધાનમંત્રીને મળ્યા હતા અને તેમને અરબી સમુદ્રમાં મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોની એકંદર પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. શનિવારે નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ શનિવારે PM મોદીને તેમના લોક કલ્યાણ માર્ગ નિવાસસ્થાને મળ્યા હતા. વાયુસેનાના વડા અને PM મોદી વચ્ચેની આ મુલાકાત થોડા દિવસો પહેલા યોજાયેલી બેઠક પછી થઈ હતી જેની અધ્યક્ષતા ખુદ PM મોદી કરી રહ્યા હતા.
આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ પણ હાજર હતા. તે બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ પણ હાજર હતા.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
