<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

પહેલગામના પડધા : ભારતમાં ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને પાકિસ્તાની વેબસાઇટ્સ પર પ્રતિબંધ

ભારતમાં રહેતા પાકિસ્તાની યુટ્યુબ ચેનલો બ્લોક કરાય: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.

નવી દિલ્હી : દેશના જમ્મુ કાશ્મીરના પહેલગામ તાજેતરમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં શોક અને રોષના માહોલ વચ્ચે ભારત સરકાર પાકિસ્તાન સામે એક બાદ એક પગલાં લઈ રહી છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પહેલા ભારતમાં રહેતા પાકિસ્તાનીઓ અને પછી ભારતમાં પાકિસ્તાની યુટ્યુબ ચેનલો બ્લોક કરવામાં આવી રહી છે. આ સાથે ભારતમાં ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને પાકિસ્તાની વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન ફરી એકવાર ભારત સરકારે કાર્યવાહી કરી છે અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.

ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીના ખાતા બ્લોક કરવામાં આવ્યા છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને નિવેદનોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. અહીં એ નોંધનિય છે કે, ઇમરાન ખાન હજુ પણ જેલમાં છે.

આ પહેલા પણ સરકારે ભારતમાં અનેક પાકિસ્તાની સેલિબ્રિટીઓના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ અને યુટ્યુબ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં હાનિયા આમિર અને માહિરા ખાન સહિત ઘણા પાકિસ્તાની કલાકારોના એકાઉન્ટ્સ પણ શામેલ છે. પાકિસ્તાનીઓ દ્વારા સતત આપવામાં આવી રહેલા નિવેદનોને કારણે ભારત સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(2:17 PM IST)