<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

જમ્મુ-કાશ્મીરના રામબનમાં ભયાનક માર્ગ અકસ્માત: સેનાનું વાહન 700 ફૂટ ઊંડી ખાઈમાં પડ્યું; 3 સૈનિકોના મોત

સેનાનો ટ્રક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર જમ્મુથી શ્રીનગર જઈ રહેલા કાફલાનો ભાગ હતો જ્યારે સવારે 11.30 વાગ્યે બેટરી ચશ્મા નજીક આ અકસ્માત થયો હતો:આ વાહન 700 ફૂટ ઊંડી ખાઈમાં પડ્યુ

 જમ્મુ અને કાશ્મીર: રાજય રામબન જિલ્લામાં એક વાહન રસ્તા પરથી લપસીને 700 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં ત્રણ સેનાના જવાનોના મોત થયા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સેનાનો ટ્રક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર જમ્મુથી શ્રીનગર જઈ રહેલા કાફલાનો ભાગ હતો જ્યારે સવારે 11.30 વાગ્યે બેટરી ચશ્મા નજીક આ અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં ત્રણ સૈનિકોના મોત થયા હતા.

માહિતી આપતાં, સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સેના, પોલીસ, SDRF અને સ્થાનિક સ્વયંસેવકોએ તાત્કાલિક સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરી હતી અને વાહનમાં મુસાફરી કરી રહેલા ત્રણ સૈનિકો સ્થળ પર જ મૃત હાલતમાં મળી આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ સિપાહી અમિત કુમાર, સુજીત કુમાર અને માન બહાદુર તરીકે થઈ છે અને તેમના મૃતદેહ ખાડામાંથી કાઢવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે અકસ્માતમાં વાહનને નુકસાન થયું હતું અને તે ધાતુના ઢગલામાં ફેરવાઈ ગયું હતું.

(2:27 PM IST)