News of Sunday, 4th May 2025
હે ભગવાન..! કેરળમાં પૂજા રૂમમાંથી ૧ કિલોથી વધુ ગાંજો અને ૫ ગ્રામ MDMA ઝડપાયું : આરોપી ફરાર
ઉત્તર કેરળના થલાસ્સેરીમાં રેનીલ નામના વ્યક્તિના ઘરમાંથી ડ્રગ્સ જપ્ત : પોલીસની રેડ દરમિયાન આરોપી ભાગી છૂટ્યો

થલાસ્સેરી: ઉત્તર કેરળના આ જિલ્લામાં એક ઘરના પૂજા રૂમમાં છુપાવેલો ૧.૨ કિલોગ્રામ ગાંજો અને પાંચ ગ્રામ MDMA પોલીસ દ્વારા પાડવામાં આવેલી રેડ દરમિયાન મળી આવ્યો હતો. પોલીસે થલાસ્સેરીમાં રેનીલ નામના વ્યક્તિના માલિકીના ઘરમાંથી આ ડ્રગ્સ જપ્ત કર્યું હોવાનું જણાવ્યું હતું.
જો કે, જ્યારે તપાસકર્તાઓ શનિવારે રેડ માટે ઘરે પહોંચ્યા ત્યારે આરોપી ભાગી જવામાં સફળ રહ્યો હતો. બાતમીના આધારે, પોલીસે ત્રણ દિવસ પહેલાં પણ ઘરમાં આવી જ તપાસ હાથ ધરી હતી પરંતુ તે સમયે કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. પોલીસે જણાવ્યું કે તેઓએ શનિવારે ફરીથી રેડ કરી અને પૂજા રૂમની અંદર છુપાવેલ ડ્રગ્સ શોધી કાઢ્યું. ફરાર આરોપીના ભાઈએ નિવેદન આપ્યું હતું કે તે ઘરમાં ડ્રગ્સ વેચતો હતો, એમ પોલીસે ઉમેર્યું હતું.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
