<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે કોલેજ ટ્રાન્સફરના નિયમોમાં ફેરફાર :હવે નવી સ્ટડી પરમિટ મેળવવી પડશે

અગાઉ વિદ્યાર્થીઓ ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) સાથેના તેમના રેકોર્ડ અપડેટ કરીને જ કોલેજ બદલી શકતા હતા હવે મુશ્કેલ બની ગયું છે, .

કેનેડામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે કોલેજ ટ્રાન્સફરના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 1 મે, 2025 થી જો તમે તમારી કોલેજ કે યુનિવર્સિટી બદલવા માંગતા હોય તો તમારે નવી સ્ટડી પરમિટ મેળવવી પડશે.

અગાઉ વિદ્યાર્થીઓ ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) સાથેના તેમના રેકોર્ડ અપડેટ કરીને જ કોલેજ બદલી શકતા હતા. જોકે હવે તેમના માટે આમ કરવું મુશ્કેલ બની ગયું છે, કારણ કે નવી સ્ટડી પરમિટ વિના અભ્યાસ ચાલુ રાખી શકાતો નથી.

CICના અહેવાલ પ્રમાણે નવો નિયમ 8મી નવેમ્બર, 2024ના રોજ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ 30મી એપ્રિલ,2025 સુધી વિદ્યાર્થીઓ જૂના નિયમ હેઠળ કોલેજો ટ્રાન્સફર કરી શકતા હતા.

જોકે હવે નવા નિયમો અમલમાં આવ્યા છે અને આ હેઠળ જ્યાં સુધી વિદ્યાર્થીની સ્ટડી પરમિટ એક્સ્ટેંશન અરજી મંજૂર ન થાય ત્યાં સુધી તે નવી કોલેજમાં જઈને અભ્યાસ કરી શકશે નહીં. જો કોઈ વિદ્યાર્થી અરજી મંજૂર થયા વગર અભ્યાસ શરૂ કરે છે, તો તેને અભ્યાસ પરમિટના નિયમોની વિરુદ્ધ ગણવામાં આવશે.

IRCC એ કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓની રૂપરેખા આપી છે જેમાં વિદ્યાર્થીઓને નવી અભ્યાસ પરમિટની જરૂર પડશે. ઉદાહરણ તરીકે જો કોઈ વિદ્યાર્થી પોસ્ટ-સેકંડરી સ્તરે કોલેજ બદલી રહ્યો હોય અથવા સેકન્ડરી સ્કૂલમાંથી પોસ્ટ-સેકંડરી કોલેજમાં જઈ રહ્યો હોય તો તેણે નવી પરમિટ મેળવવી પડશે.

પરંતુ જો કોઈ વિદ્યાર્થી પ્રાથમિક અને માધ્યમિક સ્તરે એક જ કોલેજમાં પોતાનો અભ્યાસક્રમ બદલી રહ્યો હોય અથવા શાળા બદલી રહ્યો હોય તો તેને નવી પરમિટ લેવાની જરૂર નથી. હા, જો તેના જૂના પરમિટમાં કેટલાક ખાસ નિયમો લખેલા હોય તો તે અલગ વાત છે.

(6:57 PM IST)