<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરનો ક્રેઝઃફેન્સે હવે વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ કરવાનુ શરૂ કર્યુ

પાકિસ્તાન સામે રોષ ચોક્કસ છે પણ પોતાની ફેવરીટ હીરોઈનને જોવાનું પણ મન થાય છે ત્યારે ભારતીય ફેન્સે નવો રસ્તો અપનાવ્યો

કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાને ડિપ્લોમેટીકલી ઘેર્યું છે. ભારતે પાકિસ્તાની સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરના વીડિયો પર પ્રતિબંધ મૂકી દીધા છે. ભારતે પાકિસ્તાન સામે સીધો જંગ છેડવાને બદલે ઘણા અલગ અલગ રસ્તાઓ અજમાવ્યા છે.

જે યુટ્યૂબર્સના એકાઉન્ટ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે તેમાં એક અભિનેત્રી હાનિયા આમિર પણ છે. હાનિયાનો બહુ મોટો ફોનફોલોઈંગ છે. તે માત્ર પાકિસ્તાન નહીં ભારત સહિત વિશ્વભરમાં ફેમસ છે. તેના ફેન્સ બધે છે અને ભારતમાં પણ તેને લોકો ખૂબ પસંદ કરે છે.

પાકિસ્તાન સામે રોષ ચોક્કસ છે, પણ પોતાની ફેવરીટ હીરોઈનને જોવાનું પણ મન થાય છે ત્યારે ભારતીય ફેન્સે નવો રસ્તો અપનાવ્યો છે. તેમણે હવે વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ કરવાનુ શરૂ કર્યુ છે.
ફવાદ ખાન, માહિરા ખાન, આતિફ અસલમ અને માવરા હુસૈન બધાના અકાઉન્ટ બંધ કરી દીધા છે

(7:02 PM IST)