<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

ભારતના જ્ઞાન સુધી પહોંચવા માટે સંસ્કૃત શીખવું જરૂરી - ગૃહમંત્રી અમિત શાહ

સંસ્કૃત ભાષા વિશ્વની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે માર્ગદર્શન આપી શકે છે : સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા સરકાર કાર્યરત

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકોએ સંસ્કૃત ભાષા શીખવાની અને તેનો અભ્યાસ કરવાની જરૂર છે કારણ કે ભારતનું જ્ઞાન સંસ્કૃત ભાષામાં છે. તેમણે કહ્યું કે સંસ્કૃત ભાષા વિશ્વની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે માર્ગદર્શન આપી શકે છે. ગૃહમંત્રીએ નવી દિલ્હીમાં સંસ્કૃત ભારતી દ્વારા આયોજિત '૧૦૦૮ સંસ્કૃત સ્પીચ કેમ્પ' ના સમાપન સમારોહને સંબોધતા આ ટિપ્પણી કરી હતી.
સંસ્કૃત ભાષાના મહત્વ પર ભાર મૂકતા શ્રી શાહે કહ્યું કે સંસ્કૃત ભાષા મોટાભાગની ભાષાઓની જનની છે. તેમણે ઉમેર્યું કે સરકાર દેશમાં સંસ્કૃતને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે.
અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, સંસ્કૃત ભારતીએ રાષ્ટ્રીય રાજધાનીમાં ૨૩ એપ્રિલ અને આ મહિનાની ૩જી તારીખ વચ્ચે ૧૦૦૮ સંસ્કૃત સ્પીચ કેમ્પનું આયોજન કર્યું છે. આ કેમ્પમાં ૨૫ હજાર લોકોએ ભાગ લીધો હતો અને સંસ્કૃત ભાષા શીખી હતી. દિલ્હીના સીએમ રેખા ગુપ્તા, ભાજપ દિલ્હીના પ્રમુખ વીરેન્દ્ર સચદેવા, દિલ્હી યુનિવર્સિટીના ચાન્સેલર પ્રો. યોગેશ સિંહ અને સંસ્કૃત ભારતીના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

(7:40 PM IST)