News of Monday, 5th May 2025
રાજૌરીમાં લગ્ન પ્રસંગમાં દીવાલ પડતાં દુર્ઘટના, ૨૨ થી વધુ લોકો ઘાયલ: સંખ્યાબંધ જાનૈયાઓ ગંભીર

રાજૌરી: જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં રવિવારે એક લગ્ન સમારોહમાં દીવાલ ધરાશાયી થતાં ૨૨ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં ઘણા મહેમાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના ધનીધાર ગામમાં બની હતી, જ્યાં લગ્ન વિધિ ચાલી રહી હતી. મહેમાનો એકઠા થયા હતા ત્યારે અચાનક ઘરની એક દીવાલ પડી ગઈ હતી. જેના કારણે ત્યાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને જમ્મુની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અધિકારીઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
