તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 5th May 2025
ખાતામાં હતા માત્ર ૩૯ રૂપિયા, ફોનમાં અચાનક પડયો મેસેજઃ ખેડૂત બની ગયો ૪ કરોડનો માલિક
૩૯ રૂપિયામાંથી જીત્યા ૪ કરોડ રૂપિયાઃ મંગળ સરોજે માર્ચ મહિનાથી Dream 11 ગેમ રમવાનું શરૂ કર્યુ હતું. તે અત્યાર સુધીમાં ૭૭ વાર Dream 11 ગેમ રમી ચૂકયો છેઃ ૭૮મી વાર ૨૯ એપ્રિલે Dream 11માં ૩૯ રૂપિયા લગાવીને ગેમ રમી અને ૪ કરોડ રૂપિયા જીતીને ઇતિહાસ રચ્યો

કૌશાંબી,તા.૦૫: જિલ્લાના સરાય અકિલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘાસી રામના જૂના ગામમાં મંગળ સરોજ પુત્ર સુખલાલ સરોજ રાતોરાત કરોડપતિ બની ગયો. તેણે ડ્રીમ ૧૧માં ૪ કરોડ રૂપિયા જીતીને ઇતિહાસ રચ્યો છે. આ જીતથી ન માત્ર પરિવારમાં પરંતુ આખા ગામમાં ખુશીનો માહોલ છે. ગામના કેટલાક લોકો પહોંચીને મંગળ સરોજને શુભેચ્છાઓ આપી રહ્યાં છે.
૩૯ રૂપિયામાંથી જીત્યા ૪ કરોડ રૂપિયા મંગળ સરોજે માર્ચ મહિનાથી Dream 11 ગેમ રમવાનું શરૂ કર્યું હતું. તે અત્યાર સુધીમાં ૭૭ વાર Dream 11 ગેમ રમી ચૂકયો છે. ૭૮મી વાર ૨૯ એપ્રિલે Dream 11માં ૩૯ રૂપિયા લગાવીને ગેમ રમી અને ૪ કરોડ રૂપિયા જીતીને ઇતિહાસ રચ્યો. થોડા દિવસોથી તે Dream 11 પર જીતવાનું સપનું જોઈ રહ્યો હતો. આ દરમિયાન મંગળ સરોજનું સપનું સાકાર થયું. હવે મંગળ સરોજ આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પિતા છે ખેડૂત મંગળ સરોજના પિતા, સુખલાલ સરોજ એક ખેડૂત છે. તેઓ બીજાની જમીન ભાડે લઈને ખેતી કરે છે. ખેતરમાં જે પણ પાક થાય છે, તેમાંનો એક તળતિયાંશ ભાગ જમીનના માલિકને આપે છે અને બાકી પાકથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સુખલાલ સરોજ પોતાના પરિવારના ૮ લોકોની જવાબદારી આ ખેતીથી જ ઉઠાવે છે.
મંગળ સરોજે શું કહ્યું મંગળ સરોજે જણાવ્યું કે તે માર્ચથી સતત ૪૯ રૂપિયા લગાવીને Dream 11 ગેમ રમતો હતો. દરેક ગેમ હારતો હતો. પરંતુ ૩૦ એપ્રિલે ચેન્નઈ અને પંજાબ વચ્ચે મેચ ચાલી રહી હતી, ત્યારે ખાતામાં માત્ર ૩૯ રૂપિયા હતા. છતાં હાર માન્યા વિના સતત જીત માટે પ્રયત્ન કરતો રહ્યો. આગળ તેણે કહ્યું કે આ સફળતા આખરે મળી જ ગઈ. ચેન્નઈ અને પંજાબ વચ્ચેની મેચમાં ૩૯ રૂપિયા લગાવીને ૪ કરોડની જીત મેળવી. તેણે જણાવ્યું કે આ જીતના પૈસા કોઈ સારા બિઝનેસમાં લગાવવામાં આવશે, જેથી ભવિષ્ય સારું થઈ શકે.(૪૦.૬)
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
