<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

શરમજનકઃ મંદિરમાં શિવલિંગ પાસે પહોંચ્‍યો કિશોરઃ પેન્‍ટ ઉતારી કરવા લાગ્‍યો ગંદી હરકતઃ સ્‍થાનિક લોકોમાં ભારે ગુસ્‍સો

સીસીટીવી ફૂટેજમાં સ્‍પષ્ટ દેખાઈ રહ્યું છે કે સગીર મંદિરની પવિત્રતાને ભંગ કરનારી હરકત કરી રહ્યો છે

પુણે,તા.૦૫: મહારાષ્‍ટ્રના પુણેના પ્રસિદ્ધ નાગેશ્વર મંદિરમાં એક સગીર બાળક શિવલિંગ પાસે પહોંચે છે અને પછી અશ્‍લીલ હરકતો કરવા લાગે છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્‍યા બાદ સમગ્ર વિસ્‍તારમાં તણાવભર્યો માહોલ છે. આ મામલાની ગંભીરતા જોતા પોલીસે સગીરના પિતાની ધરપકડ કરી છે. કિશોરને પણ ડિટેઈન કરી ધાર્મિક ભાવના ભડકાવવા બદલ ગુનો દાખલ કર્યો છે. આ ઘટના શુક્રવારે પૌડ ગામમાં થઈ હતી. ઘટનાથી સ્‍થાનિક લોકોમાં ભારે ગુસ્‍સો છે અને તેમણે આ ઘટનાની નિંદા કરતા વિરોધ પ્રદર્શન કર્યું છે.

સીસીટીવી ફૂટેજમાં સ્‍પષ્ટ દેખાઈ રહ્યું છે કે સગીર મંદિરની પવિત્રતાને ભંગ કરનારી હરકત કરી રહ્યો છે. જેને જોઈ શ્રદ્ધાળુઓએ તરત મંદિર મેનેજમેન્‍ટને તેની સૂચના આપી. મંદિર પ્રશાસને જરાં પણ મોડું કર્યા વિના સ્‍થાનિક પોલીસને તેની જાણકારી આપી દીધી અને સીસીટીવી ફૂટેજ સોંપી દીધા. ઘટનાની સૂચના મળતા જ દોંડ પોલીસે તરત એક્‍શન લેતા ફૂટેજના આધાર પર આરોપી કિશોરની ઓળખ કરી અને તેને દબોચી લીધો. પ્રાથમિક પૂછપરછમાં પોલીસે જણાવ્‍યું કે, આ કિશોર પહેલાથી નાના-મોટા ગુનામાં સામેલ રહ્યો છે. આ ઘટનાએ સ્‍થાનિક સમુદાયમાં ગુસ્‍સાની લહેર ઊભી કરી છે. નાગેશ્વર મંદિર પુણેનું એક મહત્ત્વનું ધાર્મિક સ્‍થળ છે. જ્‍યાં રોજ સેંકડો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.

આ ઘટના પર મહારાષ્‍ટ્રના ભાજપના નેતા અને મંત્રી નિતેશ રાણે કડક વલણ અપનાવતા સોશિયલ મીડિયા એક્‍સ પર લખ્‍યું, બરાબરનો જવાબ મળશે. તેમના આ નિવેદનનું લોકોએ સમર્થન કર્યું છે. મંત્રીજીએ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારા વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે. પોલીસે આ મામલાને ગંભીરતાથી લેતા તપાસ શરૂ કરી છે.

દોંડ પોલીસ સ્‍ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું કે, કિશોરના ઈરાદા અને તેની હરકત પાછળનો ઈરાદો જાણવા માટે તપાસ થઈ રહી છે. સાથે એવું પણ જોવામાં આવી રહ્યું છે કે, કયાંક આ સુનિયોજિત કાવતરું તો નથી ને. મંદિર પ્રશાસને પણ સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે. જેથી ભવિષ્‍યમાં આવી ઘટના ન થાય.(૪૦.૫)

(10:15 AM IST)