તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 5th May 2025
છોકરીઓની નાભિ જેટલી ઢંકાયેલી રહેશે, એટલી તે સુરક્ષિત રહેશે
કથાવાચક પ્રદીપ મિશ્રાએ આપી વિચિત્ર સલાહ

જયપુર,તા.૦૫: રાજસ્થાનની રાજધાની જયપુરમાં ચાલી રહેલી શિવ મહાપુરાણ કથા દરમ્યાન પ્રખ્યાત કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાએ એક એવું નિવેદન આપ્યું છે, જે બાદ હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો તેમના નિવેદન પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. શિવ મહાપુરાણની કથા દરમ્યાન પંડિત પ્રદીપ મિશ્રાએ મહિલાઓ અને છોકરીઓની સુરક્ષાને તેમની નાભિ સાથે જોડી દીધું હતું. સાથે જ તેને ઢાંકીને રાખવાની સલાહ આપી હતી. કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રા હાલમાં જયપુરમાં શિવ મહાપુરાણની કથાનો પાઠ કરાવી રહ્યા છે.
અહીં આવનારી ૭ મે સુધી તેમની કથા ચાલશે. કથાની સાથે સાથે પ્રદીપ મિશ્રા શાષાોની સાથે સાથે સામાજિક સુધાર માટે જ્ઞાન આપતા રહે છે.
ત્યારે આવા સમયે દેશમાં ઝડપથી વધી રહેલા દુષ્કર્મ અને મહિલા વિરુદ્ધના અપરાધને તેમના પહેરવેશ સાથે જોડીને નિવેદન આપ્યું છે.
પંડિત મિશ્રાએ કથા દરમ્યાન કહ્યું કે, છોકરીઓના પેટની નાભિ ઢંકાયેલી રહેશે તો જ તેઓ સુરક્ષિત રહી શકશે. આજના સમયમાં પહેરવેશના કારણે જ ક્રાઈમ વધી રહ્યો છે. નાભિ શરીરનું મૂળ છે, જે જેટલી ઢંકાયેલી રહેશે, તેટલી જ સુરક્ષા વધારે રહેશે. તેમના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાય લોકોએ તેને પીડિત પર દોષારોપણની માનસિકતા ગણાવી, તો અમુક તેને સંસ્કળતિ અને સુરક્ષાના નામ પર મહિલાના સ્વતંત્રતા પર હુમલો ગણાવી દીધો. જો કે આ કોઈ પહેલી વાર નથી જ્યારે પંડિત મિશ્રા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં આવ્યા હોય. આ અગાઉ પણ તેમની ધાર્મિક કથાઓમાં આપવામાં આવેલા ઉપાયો અને વિચારોને લઈને ઝઘડા થતા રહ્યા છે. ખુદ પ્રેમાનંદજી મહારાજ પણ ઘણી વાર મિશ્રાની રીત સાથે અસહમતિ દર્શાવી ચૂકયા છે.(૪૦.૪)
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
