તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 5th May 2025
કોંગ્રેસની ઘણી ભૂલોમાં હું નહોતો, પણ ખુશીથી સ્વીકારે રાહુલ
૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના મુદ્દે કોંગ્રેસ નેતાનું નિવેદનઃ જૂનો ઇન્ટરવ્યૂ જારી

નવી દિલ્હી,તા.૦૫: શીખ વિરોધી રમખાણોના મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે ભૂતકાળમાં ઘણી ભૂલો કરી છે, પરંતુ તેમાંથી ઘણી ભૂલો થઈ ત્યારે તેઓ હાજર ન હતાં. જોકે તેઓ પાર્ટીએ તેના ઇતિહાસમાં જે કંઈ ખોટું કર્યું છે, તેની જવાબદારી લેવામાં ખૂબ ખુશ છે.
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટી ખાતે વોટ્સન ઇન્સ્ટિટયૂટ ફોર ઇન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેર્સ ખાતે ૨૧ એપ્રિલે એક ઇન્ટરેક્ટિવ સેશન દરમિયાન રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું હતું. આ વાતચીતનો વીડિયો શનિવારે વોટ્સન ઇન્સ્ટિટયૂટની યુટયુબ ચેનલ પર અપલોડ કરાયો હતો. એક શીખ વિદ્યાર્થીએ ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોનો ઉલ્લેખ કરી સવાલ પૂછયો હતો કે તેઓ શીખ સમુદાય સાથે સુલેહ કરવા માટે કયા -યાસો કરી રહ્યો છે. આ વિદ્યાર્થીએ અમેરિકાની અગાઉની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કરેલી ટીપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ જે લડાઈ લડી રહ્યાં છે તે એ છે કે ભારતમાં શીખોને પાઘડી પહેરવાની મંજૂરી મળશે કે નહીં.
આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મને નથી લાગતું કે શીખોને કોઈથી ડર લાગે છે. મેં જે નિવેદન આપ્યું હતું તે એ હતું કે, શું આપણે એવું ભારત ઈચ્છીએ છીએ, જ્યાં લોકો પોતાનો ધર્મ વ્યક્ત કરવામાં અસ્વસ્થતા અનુભવે? કોંગ્રેસ પાર્ટીની ભૂલોનો સવાલ છે, ત્યાં સુધી તેમાંની ઘણી ભૂલો ત્યારે થઈ હતી જ્યારે હું ન હતતો, પરંતુ કોંગ્રેસે તેના ઈતિહાસમાં કયારેય જે કંઈ ખોટું કર્યું છે તેની જવાબદારી લેતા હું ખચકાતો નથી. મેં જાહેરમાં કહ્યું છે કે ૮૦ના દાયકામાં જે બન્યું તે ખોટું હતું, હું ઘણી વખત સુવર્ણ મંદિર ગયો છું, ભારતમાં શીખ સમુદાય સાથે મારો ખૂબ જ સારો સંબંધ છે.રાહુલ ગાંધીએ ભગવાન રામને પૌરાણિક પાત્ર ગણાવતા વિવાદ
હિન્દુ રાષ્ટ્રવાદના પ્રભુત્વવાળા ભારતમાં બિનસાંપ્રદાયિક રાજનીતિ કેવી રીતે ઘડવી જોઈએ તેવા સવાલના જવાબમાં રાહુલ ગાંધી જણાવ્યું હતું કે ભારતના કોઈ પણ મહાન સમાજ સુધારકો અને રાજકીય વિચારકો કટ્ટરપંથી ન હતાં. મારા માટે તે ભારતીય પરંપરા અને ભારતીય ઇતિહાસનો પાયો છે. ભગવાન રામ સહિતના અમારા તમામ પૌરાણિક પાત્રો ક્ષમાશીલ હતાં, તેઓ દયાળુ હતાં. તેથી હું ભાજપ જે કહે છે તેને હિન્દુ વિચારધારા બિલકુલ માનતો નથી. ભગવાન રામને પૌરાણિક પાત્ર ગણાવતા રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરતાં ભાજપના નેતા અમિત માલવિયાએ જણાવ્યું હતું કે ભગવાન રામ કોઈ પૌરાણિક પાત્ર નથી, તેઓ ભારતના મૂલ્યો, સંસ્કળતિ અને આધ્યાત્મિક સારનું પ્રતિનિધિત્વ કરે છે. રાહુલ ગાંધી હિન્દુઓની લાગણીઓને હળવાશથી લે છે. કોંગ્રેસ પાર્ટીમાં, કોઈ વ્યક્તિ જેટલું હિન્દુઓ, સનાતન ધર્મ અને ભગવાન રામનું અપમાન કરે છે, તેટલું જ તેને વધુ પ્રમોશન મળે છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પોતાના સ્વભાવ અને વિચારસરણીથી ભગવાન રામ અને હિન્દુ ધર્મ વિરોધી છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
