News of Monday, 5th May 2025
દુલ્હો એરકન્ડિશન્ડ રથમાં વરઘોડો લઈને નીકળ્યો
તાપમાન ૪૦-૪૨ ડિગ્રીને પાર થઈ ગયું છે અને બળબળતી ગરમીમાં લગ્નની સીઝન ચાલી રહી છે. એવામાં લગ્નમાં મહાલવું પણ દુષ્કર થઈ ગયું છે.

નવી દિલ્હી તા.૫: તાપમાન ૪૦-૪૨ ડિગ્રીને પાર થઈ ગયું છે અને બળબળતી ગરમીમાં લગ્નની સીઝન ચાલી રહી છે. એવામાં લગ્નમાં મહાલવું પણ દુષ્કર થઈ ગયું છે. જોકે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ @shaadi_feel પર શેર થયેલો એક વિડિયો ખૂબ હાસ્યાસ્પદ બન્યો છે. એમાં દુલ્હો રથમાં બેસીને પરણવા નીકળ્યો છે. ભારેખમ શેરવાનીમાં પરસેવે લથબથ થઈ જવાય એવી સ્થિતિમાં દુલ્હાએ જબરો જુગાડ લગાવ્યો છે. તે રથમાં તો બેઠો છે, પણ એ રથ ઍરકન્ડિશન્ડ ચેમ્બર જેવો છે. આજકાલ મોટર પર ચાલતા ડેકોરેટિવ રથ આવે છે એવા રથ પર ચેમ્બર બનાવીને એસી લગાવી દીધું છે. જોકે સોશ્યલ મીડિયા પર આ જુગાડ જોઈને લોકોએ લખ્યું હતું કે આવો તામઝામ કરવાને બદલે એસી કારમાં જ બેસી ગયો હોત તો શું ખોટું હતું?
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
