News of Monday, 5th May 2025
દેશ ઈચ્છે છે જે એ જ ભાષામાં પીએમ મોદી જવાબ આપશે
રાજનાથ સિંહનો હુંકાર... દુનિયાની કોઈ શક્તિ ભારતનો વિનાશ કરી શકે તેમ નથી

નવી દિલ્હી તા.૫: જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશનો માહોલ છે. આ દરમિયાન, રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે દિલ્હીમાં સંસ્કળતિ જાગરણ મહોત્સવમાં પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. રાજનાથ સિંહે કહ્યું કે દેશ સામે આંખ ઉંચી કરનારાઓને યોગ્ય જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે દેશના રક્ષા મંત્રી તરીકે આપણી સરહદોનું રક્ષણ કરવાની જવાબદારી મારી છે.
મોદી દુશ્મનને એ જ ભાષામાં જવાબ આપશે
કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ કહ્યું કે વડા પ્રધાન મોદી દુશ્મનને એ જ ભાષામાં જવાબ આપશે જે ભાષા દેશના લોકો ઇચ્છે છે. તમે જે ઇચ્છો છો તે પીએમ મોદીના નેતળત્વમાં થશે. તેમણે કહ્યું કે દુનિયાની કોઈ શક્તિ ભારતનો વિંનાશ કરી શકે તેમ નથી. ભારત અમર રહેશે. તેમણે કહ્યું કે રક્ષા મંત્રી તરીકે મારા સૈનિકો સાથે દેશની સરહદોની સુરક્ષા સુનિヘતિ કરવાની જવાબદારી મારી છે.
દેશ પર નજર નાખનારને યોગ્ય જવાબ અપાશે
રાજનાથ સિંહે કહ્યું કે નજર નાખનારને મારી સેના સાથે મળીને યોગ્ય જવાબ આપવો એ મારી ફરજ છે. તેમણે કહ્યું કે ભારતની તાકાત ફક્ત તેની લશ્કરી શક્તિમાં જ નહીં પરંતુ તેની સંસ્કળતિ અને આધ્યાત્મિકતામાં પણ રહેલી છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
