News of Monday, 5th May 2025
એપ્રિલ-૨૦૨૫માં ૧૪,૯૭૦ કરોડ GST કલેક્શન સાથે દેશમાં ત્રીજા ક્રમે ગુજરાત
ગુજરાત GST કલેક્શનમાં તામિલનાડુ, MP, પ.બંગાળ, રાજસ્થાનથી આગળ ઉદ્યોગો માટેની નીતિ, મજબૂત આર્થિક પ્રવળત્તિઓના કારણે ટેક્સ કલેક્શન રેકોર્ડ સ્તરે પહોંચ્યાનો સરકારનો દાવો

નવી દિલ્હી તા.પઃ નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, એપ્રિલ-૨૦૨૫માં ગુજરાતની GST વસૂલાત વાર્ષિક ધોરણે ૧૩ ટકાના ગ્રોથ સાથે ?૧૪,૯૭૦ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ છે. જે ગત એપ્રિલ-૨૦૨૪ના રૂ. ૧૩,૩૦૧ કરોડની સરખામણીએ ૧૩ ટકાનો વધારો દર્શાવે છે. (૧) મહારાષ્ટ્રમાં GST કલેક્શન એપ્રિલ-૨૦૨૫માં રૂ.૪૧,૬૪૫ કરોડ (૨) કર્ણાટકમાં રૂ. ૧૭,૮૧૫ કરોડની વસૂલાત બાદ (૩) ગુજરાતમાં GSTની વસૂલાત રૂપિયા ૧૪,૯૭૦ કરોડ રહેવા પામી હતી. જે દેશમાં ત્રીજા ક્રમે છે. અહીં નોંધનીય બાબત એ છે કે, એપ્રિલ-૨૦૨૪ની સરખામણીમાં ગુજરાતની જીએસટી કલેક્શનનો વિકાસ દર ૧૩ ટકાની સામે મહારાષ્ટ્રમાં એપ્રિલ-૨૦૨૫માં GST વિકાસ દર ૧૧ ટકા રહ્યો હતો. સમગ્ર નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતે GSTમાંથી રૂા.૭૩,૨૮૧ કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી હતી, જે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ?૬૪,૧૩૩ કરોડની સરખામણીએ ૧૪ ટકાનો વધારો દર્શાવે છે. રાષ્ટ્રીય સ્તરે ભારત સરકારે એપ્રિલ ૨૦૨૫માં રૂા. ૨,૩૬,૭૧૬ કરોડની રેકોર્ડ GST આવક પ્રાપ્ત કરી છે, જે ગયા વર્ષની સમાન અવધિની સરખામણીએ ૧૨.૬ ટકા વધુ છે. આ રીતે ગુજરાતનો GST વસૂલાતનો ગ્રોથ રાષ્ટ્રીય સરેરાશથી પણ વધુ છે.
આ તબક્કે ગુજરાત સરકારે એવો દાવો કર્યો છે કે, આ માત્ર ગુજરાતની મજબૂત બની રહેલી આર્થિક પ્રવળત્તિઓને જ દર્શાવતું નથી પણ રાજ્ય સરકારની વ્યવસાયો માટેની અનુકૂળ નીતિઓ અને કાર્યક્રમોની સફળતાનું પ્રતિબિંબ પણ છે. આ આંકડા ભારતના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં ગુજરાતના મહત્વપૂર્ણ યોગદાનને પણ દર્શાવે છે. ‘વિકસિત ગુજરાતક્૨૦૪૭'ના રોડમૅપ દ્વારા સ્વતંત્રતાની શતાબ્દી સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. ‘ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ'માં ટોપ એચિવર બનવાથી લઇને સ્ટાર્ટઅપ રેંકિંગમાં બેસ્ટ પર્ફોર્મરનો ખિતાબ -ાપ્ત કરનાર ગુજરાત, આજે વૈશ્વિક વ્યાપાર પરિદૃશ્યમાં પણ ચમકી રહ્યું છે.
ગુજરાત ૧૪,૯૭૦ કરોડનું રેકોર્ડ જીએસટી કલેક્શન કરીને તમિલનાડુ (૧૩,૮૩૧ કરોડ), મધ્ય-દેશ (૫,૩૦૨ કરોડ), પ?મિ બંગાળ (૮,૧૮૮ કરોડ), રાજસ્થાન (૬,૨૨૮ કરોડ), ઉત્તર-દેશ (૧૩,૬૦૦ કરોડ), પંજાબ (૩,૧૦૪ કરોડ), હરિયાણા (૧૪,૦૫૭ કરોડ) અને બિહાર (૨,૨૯૦ કરોડ) જેવા અનેક રાજ્યો કરતા આગળ રહ્યું છે. નાના રાજ્યોમાં અરુણાચલ પ્રદેશમાં ૬૬ ટકા, નાગાલેન્ડમાં ૪૨ ટકા અને મેઘાલયમાં ૫૦ ટકાનો ગ્રોથ થયો છે, જ્યારે લક્ષદ્વીપે ૨૮૭ ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
