<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ૬૨

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૬૨: ‘‘જયારે કોઇ ઇન્‍દ્રિય-વિશેષ દ્વારા સ્‍પષ્‍ટ બોધ થાય, એ બોધમાં સ્‍થિત થાઓ.''

તમે તમારી આંખો દ્વારા જુઓ છો. ધ્‍યાન રાખો, તમે પોતાની આંખો દ્વારા જુઓ છો. આંખ જોઇ શકતી નથી, એમના દ્વારા તમે જુઓ છો. દૃષ્‍ટા પાછળ પુછાયેલો છે, ભીતર છુપાયેલો છે. આંખો તો દ્વાર છે, ઝરોખા છે.

પરંતુ આપણે હંમેશા વિચારીએ છીએ કે આપણે આંખથી જોઇએ છીએ. આપણે વિચારીએ છીએ કે આપણે કાનથી સાંભળીએ છીએ કયારેય કોઇએ કાનથી સાંભળયું નથી. તમે કાન દ્વારા સાંભળો છો, કાનથી નહી. સાંભળનારો પાછળ છુપેલો છે. કાન તો ફકત ગ્રાહક છે. 

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:51 AM IST)