News of Monday, 5th May 2025
ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૩.પ૧ %, ધો.૧ર સામાન્ય પ્રવાહનું ૯૩.૦૭% પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમવાર ધો.૧ર અને ગુજકેટનું પરિણામ એક સાથે જાહેર : ધો.૧ર માં વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ગોંડલ : ગોંડલનું પરિણામ ૯૬.૬૦ % અને સમગ્ર ગુજરાત રાજયમાં ૯ર.૯૧% સાથે મોરબી જીલ્લો સોૈથી પ્રથમ : ધો.૧ર સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જીલ્લાનું સૌથી વધુ પરિણામ ૯૭.ર૦ % : ૧૦૦ % પરિણામ મેળવતી શાળાઓની સંખ્યા ર૦૦પ : ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૯૪ શાળાઓનું પરિણામ ૧૦૦% જ્યારે ૩૪ શાળાઓનું પરિણામ ૧૦%થી ઓછું

રાજકોટ, તા., પઃ ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી માસમાં યોજાયેલ ધો.૧ર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે સવારે ૧૦.૩૦ કલાકે રાજયના શિક્ષણમંત્રી શ્રીએ જાહેર કર્યુ છે. ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ નવા કિર્તીમાન સાથે ૯૩.૦૭ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૩.૫૧ ટકા જાહેર થયું છે.
ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૧,૦૦,પ૭પ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ ૮૩.પ૧ ટકા નિયમીત વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં નિયમીત વિદ્યાર્થીઓનું પરિણામ ૮૩.૭૯ ટકા અને નિયમીત વિદ્યાર્થીનીઓનું પરિણામ ૮૩.ર૦ ટકા આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં રાજકોટ જીલ્લાના ગોંડલ કેન્દ્રનું પરિણામ ૯૬.૬૦ ટકા અને સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર દાહોદ પ૪.૪૮ ટકા આવ્યું છે. જયારે ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ મેળવતો જીલ્લો મોરબી છે. જેનું પરિણામ ૯ર.૯૧ ટકા છે. જયારે દાહોદ જીલ્લાનું પરિણામ પ૯.૧પ ટકા આવ્યું છે.
ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૧૦૦ ટકા પરિણામ મેળવતી શાળાઓની સંખ્યા ૧૯૪ છે. જયારે ૧૦ ટકા કરતા ઓછુ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૩૪ છે. એવન ગ્રેડ મેળવતા વિદ્યાર્થીની સંખ્યા ૮૩૧ છે. એટુ ગ્રેડ મેળવતી વિદ્યાર્થીની સંખ્યા ૮,૦૮૩ છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ ૮૩.૪૯ ટકા છે. જયારે ગુજરાતી માધ્યમનું પરિણામ ૮૩.૭૭ ટકા છે.
આજે જાહેર થયેલ ધો.૧ર સામાન્ય પ્રવાહના પરિણામમાં કુલ ૩,૩૭,૩૮૭ વિદ્યાર્થીઅો નોîધાયા હતા. નિયમીત ઉમેદવારોનુ પરિણામ ૯૩.૦૭ ટકા આવ્યું છે. બનાસકાંઠા જીલ્લાનું પરિણામ ૯૭.ર૦ ટકા આવ્યું છે. જયારે ર૦૦પ શાળાઅોઍ ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે. માત્ર ર૧ શાળાઅોનું પરિણામ જ ર૧ ટકા કરતા અોછુ આવ્યું છે. નિયમીત વિદ્યાર્થીઅોનું પરિણામ ૯૦.૭૮ ટકા છે. જયારે નિયમીત વિદ્યાર્થીનીઅોનું પરિણામ ૯પ.ર૩ ટકા આવ્યુ઼ છે.

(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
