<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

અમૃતસરમાં પોલીસની મોટી કાર્યવાહી : પાકિસ્તાન તરફથી ડ્રોન દ્વારા ફેંકાયેલી 6 પિસ્તોલ સાથે 3 દાણચોરોની ધરપકડ

આ પિસ્તોલ પાકિસ્તાની દાણચોરોએ ડ્રોન દ્વારા ભારતીય સરહદમાં ફેંકી હતી: ત્રણેય આરોપીઓ માલ ઉપાડીને બીજા સાથીને સોંપવાની તૈયારી કરી રહ્યા હતા

પંજાબના અમૃતસરમાં ગ્રામીણ પોલીસના સ્પેશિયલ સેલે 3 દાણચોરોની ધરપકડ કરી છે અને 6 પિસ્તોલ જપ્ત કરી છે. આ પિસ્તોલ પાકિસ્તાની દાણચોરોએ ડ્રોન દ્વારા ભારતીય સરહદમાં ફેંકી હતી. આરોપીઓ બીજા સાથીદારને સોંપવાની તૈયારી કરી રહ્યા હતા. આ મામલે SSP ગ્રામીણ મનિન્દર સિંહ પ્રેસ કોન્ફરન્સ કરશે. જાણવા મળ્યું છે કે સરહદી ગામડાઓમાં રહેતા ત્રણેય આરોપીઓ માલ ઉપાડીને બીજા સાથીને સોંપવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે સ્પેશિયલ સેલે ત્રણેયની ધરપકડ કરી હતી. 

(1:38 PM IST)