<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

વૈજ્ઞાનિકોએ મૃત તારાની પરિક્રમા કરતો સૌથી ઠંડો ગ્રહ શોધ્‍યો

માઈનસ ૮૯ ડીગ્રી છે ગ્રહનું તાપમાન

નવી દિલ્‍હીઃ જેમ્‍સ વેબ ટેલીસ્‍કોપ દ્વારા વૈજ્ઞાનિકોએ સૌથી ઠંડો એક્‍સપ્‍લેનેટ (સૌર મંડળની બહાર) શોધ્‍યો છે. જે એક મૃત તારાની પ્રદક્ષિણા કરી રહ્યો છે. તેને વ્‍હાઈટ ડવાર્ફ પણ કહેવાય છે. ૧૮૫૬ ૫૩૪બી નામનો પહેલીવાર ૨૦૨૦માં જોવામાં આવ્‍યો હતો, પણ રીસર્ચરોની આંતરરાષ્‍ટ્રીય ટીમે હવે તેના નિષ્‍કર્ષ જાહેર કર્યા છે.

રિસર્ચનું નેતૃત્‍વ કરી રહેલ મિશિગન યુનિવર્સીટીના ખગોળશાષાી મેરી એન લિમ્‍બાચ જેમ્‍સે કહ્યું, ‘‘વેબ પર લાગેલ મિડ ઈન્‍ફ્રારેડ ઈન્‍સ્‍ટુમેન્‍ટની માહિતીથી વૈજ્ઞાનિકોએ શોધી કાઢયું કે તેનું તાપમાન ૧૨૫ ડીગ્રી ફેનરહાઈટ (-૮૯ ડીગ્રી સેલ્‍સીયસ) જેટલું છે, જે તેને અત્‍યાર સુધીનો સૌથી ઠંડો ગ્રહ બનાવે છે.

(2:26 PM IST)