<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

મહત્વના સમાચારો ઉડતી નજરે

* ચેન્નાઈ: ડીએમકેના સાંસદ એ. રાજા એક કાર્યક્રમ દરમિયાન મોટી દુર્ઘટનામાંથી માંડ માંડ બચી ગયા હતા. ઘટના ત્યારે બની જ્યારે તેઓ સ્ટેજ પર ભાષણ આપી રહ્યા હતા અને અચાનક ફોકસ લાઇટ સ્ટેજ પર પડી ગઈ. આ ઘટનાથી કાર્યક્રમમાં અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ સદનસીબે એ. રાજાને કોઈ ઈજા થઈ ન હતી. આ ઘટના ભારે વાયરલ થઈ છે,

* પેરુ ખાતે આવેલ સોનાની ખાણમાંથી, અપહરણ થયેલ, એક ડઝનથી વધુ સિક્યુરિટી ગાર્ડની લાશો મળી આવી છે

* રશિયાએ ભારત અને પાકિસ્તાનને શાંતિ જાળવવા અપીલ કરી. વિદેશ મંત્રી લવરોવે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડાર સાથે ફોન પર વાતચીત કરી બંને દેશોને સંયમ રાખવા અપીલ કરી

* એક ચીની હેલિકોપ્ટર જાપાનની એર સ્પેસનો ભંગ કરીને ૧૫ મિનિટ સુધી જાપાનના હવાઈ ક્ષેત્રમાં ઉડતું રહ્યું, જાપાનનો ભારે વિરોધ, આ સિવાય ચાર ચાઈનીઝ જહાજો પણ જાપાનના દરિયાઈ પાણીમાં પ્રવેશ્યા હતા.

(2:50 PM IST)