News of Monday, 5th May 2025
ભારે વરસાદ, ઝંઝાવાની પવન બરફના કરા અને વાવાઝોડાથી મ.પ્ર.માં તારાજીઃ ૪૫ જિલ્લાઓમાં એલર્ટ, ઇન્દોર અને ખંડવા જળબંબાકારઃ અશોકનગર સહિતના શહેરોમાં ૬૦ થી ૮૭ કિ.મી.ની ઝડપે વાવાઝોડું

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં રવિવારે ભારે વરસાદ અને વાવાઝોડાએ અનેક વિસ્તારોમાં તારાજી સર્જી હતી. હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં ભારે પવન અને કરા પડવાની ચેતવણી જાહેર કરી છે. ભોપાલ, ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન અને જબલપુર સહિત ૪૫ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અવિરત વરસાદ, ગાજવીજ અને ભારે પવનના કારણે ઇન્દોર અને ખંડવામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઇન્દોરમાં સાંજે ૫ વાગ્યાથી ભારે વરસાદ તૂટી પડ્યો હતો. આ હવામાનની પરિસ્થિતિના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રોજિંદી પ્રવળત્તિઓ ખોરવાઈ ગઈ હતી. ભારતીય હવામાન વિભાગ અનુસાર, સૌથી વધુ પવનની ઝડપ અશોક નગરમાં ૮૭ કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. અશોક નગરમાં ૮૭ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ત્રાટકયું હતું, જ્યારે જબલપુરમાં ૭૪ કિમી અને સાગરમાં ૭૩ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. નરસિંહપુરમાં ૬૯ કિમી ખજુરાહોમાં ૬૫ કિમી અને સેહોરમાં પヘમિ મધ્ય પ્રદેશમાં ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન નોંધાયો હતો. સેઓની અને છિંદવાડામાં ૮૦ કિમી પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ સાથે કરા અને વીજળીના ચમકારા સાથે ધૂળની ડમરીઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઇન્દોર, ખંડવા (ઓમકારેશ્વર) અને હરદામાં ૫૦ કિમી પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ સાથે મધ્યમ ગાજવીજ અને વીજળીની ચેતવણી આપવામાં આવી છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
