News of Monday, 5th May 2025
ભારતથી ડરીને પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર પહોંચ્યું: આજે બંધ બારણે સુરક્ષા પરિષદની તાકીદની બેઠક
આજની બેઠકમાં પાકિસ્તાન ફરી એકવાર ભારત અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવી શકે છે

નવી દિલ્હી તા.પઃ ભારત સાથે વધતા તણાવને લઈને પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ને તાત્કાલિક બંધ સત્ર બોલાવવા વિનંતી કરી છે. આ બેઠક આજે, ૫ મેના રોજ, ન્યૂયોર્કમાં સ્થાનિક સમય અનુસાર બપોરે યોજાશે. પાકિસ્તાને -દેશમાં બગડતી પરિસ્થિતિ અને ભારતના કથિત આક્રમક વલણ અંગે વૈશ્વિક મંચ પર પોતાની ચિંતાઓ ઉઠાવવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન હાલમાં ૧૫ દેશોની સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે. મે મહિના માટે તેનું નેતળત્વ ગ્રીસ કરે છે.
પાકિસ્તાનની હરકતોને જોઈને ભારતે પણ કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીન અને પાકિસ્તાન સિવાય સુરક્ષા પરિષદના લગભગ તમામ સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી છે. જયશંકરે ગ્રીક વિદેશ પ્રધાન જ્યોર્જ ગેરાપેટ્રિસ સાથે પણ વાત કરી અને કહ્યું કે આપણી વ્યૂહાત્મક ભાગીદારી આતંકવાદ સામેના આપણા સહિયારા અભિગમને પ્રતિબિંબિત કરે છે.ગ્રીસે પણ પહેલગામ હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે ૅઅમે આતંકવાદના તમામ સ્વરૂપોની નિંદા કરીએ છીએ.
જયશંકરે અમેરિકા, રશિયા, ફ્રાન્સ, યુકે, દક્ષિણ કોરિયા, ડેનમાર્ક, અલ્જેરિયા, સિએરા લિયોન, ગુયાના, સ્લોવેનિયા, સોમાલિયા અને પનામા સહિત અનેક દેશોના વિદેશ પ્રધાનો સાથે વાત કરી અને કહ્યું કે ગુનેગારો, તેમના સહાયકો અને આયોજકોને ન્યાયના કઠેડામાં લાવવા જરૂરી છે. સુરક્ષા પરિષદમાં હાલમાં પાંચ કાયમી સભ્યો છે - અમેરિકા, રશિયા, ફ્રાન્સ, યુકે અને ચીન - જેમની પાસે વીટો પાવર છે. આ ઉપરાંત, ૧૦ અસ્થાયી સભ્ય દેશો છે - પાકિસ્તાન, ગ્રીસ, ડેનમાર્ક, અલ્જેરિયા, ગુયાના, પનામા, દક્ષિણ કોરિયા, સીએરા લિયોન, સ્લોવેનિયા અને સોમાલિયા.
પાકિસ્તાન ભારત વિરૂદ્ધ ઝેર ઓકશે
અગાઉ, વિદેશ પ્રધાન ઇશાક ડારે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ, રાજદૂત અસીમ ઇફિ્તખારને સુરક્ષા પરિષદની બેઠક બોલાવવા માટે તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ભારતના આક્રમક પગલાં, ઉશ્કેરણીજનક અને ભડકાઉ નિવેદનો વિશે જાણ કરશે, વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું.
તેમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન ખાસ કરીને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના ગેરકાયદેસર પગલાંને પ્રકાશિત કરશે.તેમણે કહ્યું કે દેશ સમજાવશે કે નવી દિલ્હીના પગલાં આ ક્ષેત્રમાં ૅશાંતિ અને સુરક્ષા માટે કેવી રીતે જોખમી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ૅઆ મહત્વપૂર્ણ રાજદ્વારી પગલું આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ સચોટ તથ્યો રજૂ કરવાના પાકિસ્તાનના પ્રયાસોનો એક ભાગ છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂતે ગયા અઠવાડિયે યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસને મળ્યા હતા અને તેમને દેશની સુરક્ષા પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.
તણાવનું કારણ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાને UNSC ની બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે. ૨૨ એપ્રિલના રોજ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ૨૬ લોકોની હત્યા કરી હતી, જે ૨૦૧૯ માં પુલવામા હુમલા પછી ખીણમાં થયેલ સૌથી ઘાતક હુમલો હતો. ભારતે આ હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું હતું અને તેને સરહદ પારના આતંકવાદનું ઉદાહરણ ગણાવ્યું હતું. ભારતે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા રદ કરવા, અટારી-વાઘા સરહદ પર સંકલિત ચેક પોસ્ટ બંધ કરવા અને સિંધુ જળ સંધિને સ્થગિત કરવા સહિત અનેક કડક પગલાં લીધાં. ભારતે પાકિસ્તાન હાઈ કમિશનમાંથી લશ્કરી સલાહકારોને પણ હાંકી કાઢયા અને ઈસ્લામાબાદમાં તેના હાઈ કમિશનમાં સ્ટાફની સંખ્યા ૫૫ થી ઘટાડીને ૩૦ કરી.
ગ્રીસના કાયમી પ્રતિનિધિ રાજદૂત ઇવાન્જેલોસ સેકેરિસે, મે મહિના માટે યુએન સુરક્ષા પરિષદના પ્રમુખ, ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું કે કાઉન્સિલ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવથી ખૂબ ચિંતિત છે. તેમણે સંકેત આપ્યો કે જો ઔપચારિક વિનંતી મળે, તો કાઉન્સિલ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે સત્ર બોલાવી શકે છે. આ બેઠક ટૂંક સમયમાં થઈ શકે છે કારણ કે તે વિચારો વ્યક્ત કરવામાં અને તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે, સેકેરિસે કહ્યું. રવિવારે પાકિસ્તાને સત્તાવાર રીતે કટોકટી બંધ સત્ર બોલાવવાની વિનંતી કરી હતી, જેને સુરક્ષા પરિષદે સ્વીકારી લીધી હતી. પાકિસ્તાની મિશન દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે, ૅમીટિંગ પછી પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અસીમ ઇફિ્તખાર અહેમદ પત્રકારોને સંબોધિત કરશે.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
