<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

સગીરને જોઈને ભાભીની દાનત બગડી ! ૧૭ વર્ષના છોકરા સાથે બાંધ્‍યો શારીરિક સંબંધ

એક મહિલાએ બેશરમીની સીમા લાંઘી : સગીર બાળકની સાથે તેણે જે કર્યું તે જીવનભર ભૂલી શકશે નહીં આ મહિલાની હરકત જાણ્‍યા બાદ બધા શોક્‍ડ : પોલીસે પણ વિશ્‍વાસ કરી શકતી નથી કે આ કેવી રીતે બની શકે

હૈદરાબાદ, તા.૫: હૈદરાબાદ પોલીસે ૨૮ વર્ષની એક મહિલા વિરુદ્ધ પોક્‍સો હેઠળ કેસ દાખલ કર્યો છે. આ મામલો ચોંકાવનારો છે. તેની વિરુદ્ધ એક સગીર છોકરાનો યૌન શોષણ કરવાનો આરોપ છે. મહિલાએ ૧૭ વર્ષના છોકરાનું વારંવાર યૌન શોષણ કરતી હતી. છોકરો દુઃખી રહેવા લાગ્‍યો. માતાએ જોર આપતા તેણે આખી આપવીતી જણાવી. ત્‍યારબાદ તેની માતાએ તે મહિલા સામે કેસ દાખલ કર્યો.

માતા-પિતા ચિંતાતુર થઈને મહિલા વિરુદ્ધ કેસ દાખલ કરવા પહોંચ્‍યાં, પોલીસે માતા-પિતાની ફરિયાદના આધારે પ્રોટેક્‍શન ઓફ ચિલ્‍ડ્રન ફ્રોમ સેક્‍સ્‍યુઅલ ઓફેન્‍સીસ (POCSO) કેસ નોંધ્‍યો હતો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્‍યું કે, છોકરો અને મહિલા વચ્‍ચે પરસ્‍પર સંમતિથી સંબંધ બાંધ્‍યો હતો. બંને એક જ વિસ્‍તારમાં રહેતા હતા. એક ઘરમાં બંને કામ કરતા હતા. જ્‍યારે છોકરાએ દસમું ધોરણ પાસ કર્યું હતું.

છોકરાના માતા-પિતાએ પોલીસને જણાવ્‍યું કે, તેમના દીકરાની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હતી. તે એકદમ ઉદાસ રહેતો હતો અને ડિપ્રેશનમાં જતો રહ્યો. પોલીસે જણાવ્‍યું કે, સગીર છોકરાએ તેના માતા-પિતાને મહિલાના કળત્‍યો વિશે જણાવ્‍યું. તેણે તેના માતાપિતાને કહ્યું કે, પાડોશી આન્‍ટીએ તેના પર ઘણી વખત જાતીય હુમલો કર્યો છે.

શહેરના વેસ્‍ટ-ઝોનના અધિકારીએ ઇન્‍ડિયન એક્‍સપ્રેસને જણાવ્‍યું કે, ‘જ્‍યારે માતા-પિતાને જાણ થઈ, ત્‍યારે તેમણે ફરિયાદ નોંધાવી. ટેકનિકલી આ POCSOનો કેસ છે. સંમતિ હોય કે ન હોય, તે ગુનો છે અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.' છોકરો અને છોકરી બંને સાથે કામ કરે છે. છોકરાના માતા-પિતા પણ આ જ ક્ષેત્રમાં કામ કરે છે. પોલીસે કહ્યું, ‘બંને એકબીજાને સારી રીતે ઓળખે છે અને ઘરે સાથે કામ કરે છે.' POCSO કલમો ઉપરાંત, પોલીસે પ્રથમ માહિતી અહેવાલમાં ભારતીય ન્‍યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમોનો પણ સમાવેશ કર્યો છે અને તપાસ શરૂ કરી છે. POCSO કાયદો ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જાતીય શોષણ, જાતીય હુમલો અને પોર્નોગ્રાફીથી બચાવવા માટે એક વ્‍યાપક કાનૂની માળખું પૂરું પાડે છે.

(3:26 PM IST)