તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 5th May 2025
સોનામાં પુનઃ તેજી : ૭૦૦ રૂા. વધ્યા
સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૯૬,૬૦૦ રૂા. હતા તે વધીને ૯૭,૩૦૦ રૂા. થયા : ચાંદીના ભાવ સ્થિર

રાજકોટ, તા., પઃ સોનાના ભાવ થોડાક દિવસો સ્થિર રહયા બાદ આજે પુનઃ તેજી જોવા મળી હતી. અને ૭૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૭૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. આજે સવારે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૯૬,૬૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૯૭,૩૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્કીટમાં ૭૦૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૯,૬૬,૦૦૦ રૂા. હતા તે વધીને ૯,૭૩,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા છે. ચાંદીના ભાવમાં કોઇ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૯૬,પ૦૦ રૂા.ની સપાટીએ સ્થિર હતા.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
