તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 5th May 2025
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની હત્યા બાદ પ્રવાસીઓની સુરક્ષા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરતા સુપ્રીમ કોર્ટે અરજદારને ઠપકો આપીને અરજી ફગાવી
"અરજદારો એક પછી એક અનેક અરજીઓ દાખલ કરી રહ્યા છે. આ દર્શાવે છે કે તેમનો પ્રાથમિક ધ્યેય કોઈ જાહેર મુદ્દો ઉઠાવવાનો નથી પરંતુ પ્રસિદ્ધિ મેળવવાનો છે."

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. આવી સ્થિતિમાં, એક વ્યક્તિએ પ્રવાસીઓની સુરક્ષા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી, જેના પર સુપ્રીમ કોર્ટે અરજદારને ઠપકો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટમાં, બે ન્યાયાધીશો, જસ્ટિસ સૂર્યકાંત અને એન કોટિશ્વર સિંહની બેન્ચે અરજી પર સુનાવણી કરી હતી. તે દરમિયાન, સુપ્રીમ કોર્ટે અરજીને પબ્લિસિટી સ્ટંટ ગણાવીને ફગાવી દીધી છે.
વકીલે કરી સ્પષ્ટતા
અરજદારના વકીલે કોર્ટમાં સ્પષ્ટતા આપતા કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં પહેલીવાર પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. તેથી, પ્રવાસીઓની સલામતી અંગે માર્ગદર્શિકા જારી કરવા માટે આ અરજી દાખલ કરવામાં આવી છે. ત્યારે આ અંગે પ્રતિક્રિયા આપતા સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, "અરજદારો એક પછી એક અનેક અરજીઓ દાખલ કરી રહ્યા છે. આ દર્શાવે છે કે તેમનો પ્રાથમિક ધ્યેય કોઈ જાહેર મુદ્દો ઉઠાવવાનો નથી પરંતુ પ્રસિદ્ધિ મેળવવાનો છે."
સરહદ પર તણાવ વધી રહ્યો
22 એપ્રિલે પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભર્યુ વાતાવરણ છે. સરહદ પર સતત ગોળીબારની ઘટનાઓ બની રહી છે. આ સાથે પાકિસ્તાને બંને દેશો વચ્ચે યુદ્ધનો દાવો પણ કર્યો છે.
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
