News of Tuesday, 6th May 2025
તેલંગણમાં ૩૮ વર્ષની મમ્મી અને તેની દીકરીએ એકસાથે આપી NEET
આ કેસ ભારતમાં શિક્ષણ ક્ષેત્રે મહિલા સશક્તીકરણની વિકસતી ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે

હૈદ્રાબાદ,તા.૦૬: મેડિકલ કોર્સ બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી (MBBS)માં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી નેશનલ એન્ટ્રન્સ એલિજિબિલિટી ટેસ્ટ (NEET)ની પરીક્ષામાં તેલંગણમાં એક દુર્લભ ક્ષણ જોવા મળી હતી, જ્યાં ૩૮ વર્ષની મમ્મી અને તેની દીકરીએ સાથે આ પરીક્ષા આપી હતી.
સૂર્યપેટ જિલ્લાની વતની એવી ૩૮ વર્ષની રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર (RMP) ભુકયા સરિતાએ સૂર્યપેટ સરકારી જુનિયર કોલેજમાં આ પરીક્ષા આપી હતી અને તેની પુત્રી કાવેરીએ ખમ્મમમાં અલગ કેન્દ્રમાં આ પરીક્ષા આપી હતી.
સરિતાને MBBSની ડિગ્રી મેળવવી હતી અને એ તેનું વર્ષોનું સપનું છે. ૨૦૦૭માં તે બેચલર ઓફ સાયન્સ (BSc)-ર્નસિંગનો અભ્યાસ કરી રહી હતી ત્યારે લગ્નને કારણે તેણે છેલ્લા વર્ષમાં અભ્યાસ છોડવો પડ્યો હતો. ત્યાર બાદ બે દીકરીઓના ઉછેરને કારણે તેનો અભ્યાસ છૂટી ગયો. તેનો પતિ ભુકયા કિશન પણ RMP છે. જ્યારે દીકરી કાવેરીએ MBBS કોર્સમાં એડ્મિશન માટે NEETની પરીક્ષાની તૈયારી શરૂ કરી ત્યારે સરિતાએ પણ NEET માટેની તૈયારી શરૂ કરી હતી. સરિતાના પતિએ પણ તેને આ પરીક્ષાની તૈયારી માટે પ્રોત્સાહન આપ્યું હતું. NEETની પરીક્ષામા અને દીકરી સાથે આપતાં હોય એવો આ અનોખો કેસ બની રહ્યો હતો. આ કેસ ભારતમાં શિક્ષણ ક્ષેત્રે મહિલા સશક્તીકરણની વિકસતી ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
