News of Tuesday, 6th May 2025
CJI સંજીવ ખન્નાની સંપત્તિઃ ૫૫ લાખની FD, ૧ કરોડનું PPF, ઘણા ફલેટના માલિક
સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની સંપત્તિની વિગતો જાહેર કરી

નવી દિલ્હી,તા.૦૬: સુપ્રીમ કોર્ટે તેના ન્યાયાધીશોની સંપત્તિની વિગતો જાહેર કરી છે. તેને સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું છે. આમાં મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની સંપત્તિની વિગતો પણ શામેલ છે. પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે સુપ્રીમ કોર્ટે આ પગલું ભર્યું છે. સુપ્રીમ કોર્ટે ૧ એપ્રિલ, ૨૦૨૫ના રોજ નિર્ણય લીધો હતો કે તમામ ન્યાયાધીશોની સંપત્તિની વિગતો વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. આ અંતર્ગત CJI સંજીવ ખન્નાની સંપત્તિની માહિતી પણ સામે આવી છે. તેમની સંપત્તિમાં ૫૫ લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ અને ૧ કરોડ રૂપિયાના પબ્લિક પ્રોવિડન્ટ ફંડનો સમાવેશ થાય છે.
સંજીવ ખન્નાએ ૧૧ નવેમ્બર, ૨૦૨૪ના રોજ ભારતના ૫૧મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. આ પહેલા તેઓ સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ રહી ચૂકયા છે. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, CJI સંજીવ ખન્નાની સંપત્તિમાં તેમની બચત અને રોકાણનો મોટો હિસ્સો શામેલ છે. તેમના નાણાકીય રોકાણોનો મુખ્ય ભાગ તેમની ૫૫ લાખ રૂપિયાની એફડી અને ૧ કરોડ રૂપિયાની પીપીએફ છે. આ ઉપરાંત, તેમની પાસે કેટલીક અન્ય બચત અને સંપત્તિ પણ છે, જેમાં રિયલ એસ્ટેટ અને અન્ય રોકાણોનો સમાવેશ થાય છે. દિલ્હીમાં તેના બે ફ્લેટ છે. ચાર બેડરૂમનો ફ્લેટ કોમનવેલ્થ વિલેજમાં છે જ્યારે બે બેડરૂમનો ફ્લેટ બીજા વિસ્તારમાં છે. આ ઉપરાંત, તેમણે તેમની પુત્રી સાથે ગુરુગ્રામમાં એક ફ્લેટ પણ ખરીદ્યો છે. હિમાચલ પ્રદેશના તેમના વતન જિલ્લામાં તેમની કેટલીક પૈતળક મિલકત છે.
નાણાકીય રોકાણ
૫૫ લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ (FD), ૧ કરોડ રૂપિયાનું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
આ ઉપરાંત, તેમની પાસે અન્ય નાની બચત અને રોકાણો પણ છે. જીપીએફ લગભગ ૧ કરોડ ૭૭ લાખ ૮૯ હજાર છે, એલઆઈસી પાસે મની બેક પોલિસી છે, જેનું વાર્ષિક પ્રીમિયમ ૨૯ હજાર ૬૨૫ રૂપિયા છે. તેમની પાસે ૧૪ હજાર રૂપિયાના શેર પણ છે.
સ્થાવર મિલકત
ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના ઘણા ફ્લેટના માલિક છે. દક્ષિણ દિલ્હીમાં ત્રણ DDA ફ્લેટ ઉપરાંત, બે ર્પાકિંગ જગ્યાઓ સાથેનો ચાર બેડરૂમનો ફ્લેટ છે, જેનો સુપર એરિયા ૨૪૪૬ ચોરસ ફૂટ છે. આ ઉપરાંત, ૫૬ ટકા હિસ્સા સાથે, ગુરુગ્રામના સિસ્પલ વિહાર સેક્ટર ૪૯ માં ચાર બેડરૂમનો ફ્લેટ છે, જેનો સુપર એરિયા ૨૦૧૬ ચોરસ ફૂટ છે. તેણે આ ફ્લેટ તેની પુત્રી સાથે મળીને ખરીદ્યો છે.
હિમાચલ પ્રદેશમાં પૈતળક મિલકત તેમના વતન જિલ્લા ડેલહાઉસીમાં એક પૂર્વજોનું ઘર, જે ઘણી પેઢીઓથી તેમના પરિવારમાં છે. આ મિલકતનો ઉપયોગ રજાના ભાડા માટે થાય છે. (મીડિયા રિપોર્ટ્સના આધારે)
સોનું ચાંદી
સીજેઆઈ ખન્ના પાસે ૨૫૦ ગ્રામ સોનું અને ૨ કિલો ચાંદી છે.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે ન્યાયાધીશોની સંપત્તિની વિગતો સ્વૈચ્છિક ધોરણે વેબસાઇટ પર મૂકવામાં આવી રહી છે. CJI સંજીવ ખન્નાએ પોતાની સંપત્તિની વિગતો શેર કરીને આ દિશામાં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. એફડી અને પીપીએફ ઉપરાંત, તેમની સંપત્તિમાં કેટલીક અન્ય સંપત્તિઓ પણ શામેલ હોઈ શકે છે. જેમ કે મ્યુચ્યુઅલ ફંડ, શેર કે અન્ય બચત યોજનાઓ, પરંતુ તેમની વિગતવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. સામાન્ય રીતે, ન્યાયાધીશોની સંપત્તિમાં તેમના પગાર, કૌટુંબિક મિલકત અને રોકાણોમાંથી બચતનો સમાવેશ થાય છે. સુ-ીમ કોર્ટના આ પગલાની ખૂબ પ્રશંસા થઈ રહી છે. નિષ્ણાતો કહે છે કે ન્યાયાધીશોની સંપત્તિની વિગતો જાહેર કરવી એ પારદર્શિતા તરફ એક મોટું પગલું છે. આનાથી ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ વધશે જ, પરંતુ ન્યાયાધીશોની નાણાકીય સ્થિતિમાં કોઈ અનિયમિતતા ન આવે તેની પણ ખાતરી થશે.(૪૦.૯)
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
