<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

યુધ્‍ધની તૈયારી શરૂ? કાલે દેશભરમાં હવાઈ અટેક વખતની સાઇરન વાગશે

કોઈ પણ પ્રકારના હવાઈ હુમલાની સ્‍થિતિમાં આ સાઇરન વાગવા માંડે છે જેથી લોકો નજીકમાં કોઈ સલામત જગ્‍યાએ છુપાઈ શકે

નવી દિલ્‍હી,તા.૦૬: પહલગામમાં થયેલા હુમલા બાદ ભારત-પાકિસ્‍તાન વચ્‍ચે તનાવની સ્‍થિતિ છે. ભારત જડબાતોડ જવાબ આપવાની તૈયારીમાં છે. આની વચ્‍ચે સોમવારે કેન્‍દ્રીય ગળહમંત્રાલયે તમામ રાજ્‍યોને એક મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્‍યો છે. ગળહમંત્રાલયે તમામ રાજ્‍યોને ૭ મેના રોજ અસરકારક સિવિલ ડિફેન્‍સ ડ્રિલ કરવાની સૂચના આપી છે. આમ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે એનાથી કોઈ ઇમર્જન્‍સી સ્‍થિતિમાં નાગરિકોને તેઓ પોતાને કઈ રીતે સુરક્ષિત રાખી શકે એની ટ્રેઇનિંગ આપી શકાય.

કેન્‍દ્રીય ગળહમંત્રાલયે હવાઈ હુમલાની સાઇરન સંબંધી મોક ડ્રિલ કરવાની સૂચના આપી છે. સાથે રાજ્‍યોને હવાઈ હુમલાની ચેતવણીની સાઇરન વગાડવાની સૂચના પણ આપવામાં આવી છે. નાગરિક સંરક્ષણ વિભાગને સૂચના આપવામાં આવી છે કે હવાઈ હુમલાની સાઇરન વાગવાની સ્‍થિતિમાં લોકોને બચાવ સંદર્ભે તાલીમ આપવામાં આવે. કોઈ પણ પ્રકારના હવાઈ હુમલાની સ્‍થિતિમાં આ સાઇરન વાગવા માંડે છે જેથી લોકો નજીકમાં કોઈ સલામત જગ્‍યાએ છુપાઈ શકે.

મોક ડ્રીલ દરમિયાન નીચેના પગલાં લેવામાં આવશે

૧. હવાઈ હુમલાની ચેતવણીના સમયે સાઇરન વગાડવું

૨. શત્રુ દ્વારા હુમલાના કિસ્‍સામાં ખુદને બચાવવા માટે નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને સંરક્ષણની તાલીમ આપવી

૩. હુમલાની સ્‍થિતિમાં ક્રેશ બ્‍લેક આઉટ કરવું

૪. મહત્ત્વપૂર્ણ પ્‍લાન્‍ટ/ઇન્‍સ્‍ટોલેશનને છુપાવવા માટેની તકેદારી

૫. જગ્‍યા ખાલી કરાવવાની યોજના ઘડવી અને એનો પૂર્વાભ્‍યાસ કરવો.(૪૦.૭)

(10:56 AM IST)