<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

કંઈક મોટું થવાનું છે! પીએમ મોદીએ ડોભાલ સાથે મહત્‍વપૂર્ણ બેઠક કરી

કેન્‍દ્ર સરકાર આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી માટે રણનીતિ તૈયાર કરવામાં વ્‍યસ્‍ત છે. હુમલા બાદથી વડા પ્રધાન મોદી શ્રેણીબદ્ધ ઉચ્‍ચ-સ્‍તરીય બેઠકો યોજી રહ્યા છે

નવી દિલ્‍હી તા.૬: જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્‍તાન સામે કડક વલણ અપનાવ્‍યું છે. આ હુમલામાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્‍યા, ત્‍યારબાદ સમગ્ર દેશમાં ગુસ્‍સાનો માહોલ છે. કેન્‍દ્ર સરકાર આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી માટે રણનીતિ તૈયાર કરવામાં વ્‍યસ્‍ત છે. હુમલા બાદથી વડા પ્રધાન મોદી શ્રેણીબદ્ધ ઉચ્‍ચ-સ્‍તરીય બેઠકો યોજી રહ્યા છે. સોમવારે પીએમ મોદીએ રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ સાથે એક મહત્‍વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક પછી તરત જ, પીએમ ગળહ સચિવ ગોવિંદ મોહનને પણ મળ્‍યા.

પહેલગામ હુમલા પછી પીએમ મોદીની સતત બેઠકો

પહેલગામ હુમલા પછી તરત જ, વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાત ટૂંકી કરીને સ્‍વદેશ પાછા ફરવાનો નિર્ણય લીધો. દિલ્‍હી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેઓ NSA અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સાથે તાત્‍કાલિક બેઠક યોજી. ત્‍યારબાદ, ૨૩ એપ્રિલના રોજ, સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં, પાકિસ્‍તાન સામે કડક પગલાં લેવાની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સિંધુ જળ સંધિને સ્‍થગિત કરવા અને અટારી-વાઘા સરહદ બંધ કરવા જેવા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્‍યા હતા.

ત્‍યારબાદ, મંગળવાર, ૨૯ એપ્રિલના રોજ, પીએમ મોદીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, NSA ડોભાલ, ચીફ ઓફ ડિફેન્‍સ સ્‍ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેવાઓના વડાઓ સાથે ૯૦ મિનિટની ઉચ્‍ચ-સ્‍તરીય બેઠક યોજી હતી, જેમાં સશષા દળોને સંપૂર્ણ સ્‍વતંત્રતા આપવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. બુધવાર, ૩૦ એપ્રિલના રોજ, પીએમએ તેમના નિવાસસ્‍થાને વિદેશ મંત્રી જયશંકર, NSA ડોભાલ અને આર્મી ચીફ જનરલ ઉપેન્‍દ્ર દ્વિવેદી સાથે બીજી મહત્‍વપૂર્ણ બેઠક પણ યોજી હતી. આજે, ૫ મે ૨૦૨૫ ના રોજ, પીએમ મોદીએ ફલ્‍ખ્‍ અજિત ડોભાલ સાથે એક મહત્‍વપૂર્ણ બેઠક યોજી, ત્‍યારબાદ તેમણે ગળહ સચિવ સાથે પણ ચર્ચા કરી. આ બેઠકોમાં, જમ્‍મુ અને કાશ્‍મીરની સુરક્ષા પરિસ્‍થિતિ, આતંકવાદી નેટવર્ક સામેની કાર્યવાહી અને પાકિસ્‍તાન પર રાજદ્વારી દબાણ વધારવાની વ્‍યૂહરચના પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ.

પાકિસ્‍તાન સામે વ્‍યૂહરચના અને લશ્‍કરી તૈયારીઓ

આ હુમલા પછી, ભારતે માત્ર સિંધુ જળ સંધિને સ્‍થગિત કરી દીધી નહીં પરંતુ પાકિસ્‍તાની નાગરિકોના વિઝા રદ કરવા અને અટારી સરહદ બંધ કરવા જેવા કડક પગલાં પણ લીધા. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, પીએમ મોદીએ દળોને બદલો લેવાનો સમય, લક્ષ્ય અને પદ્ધતિ નક્કી કરવાની સંપૂર્ણ સ્‍વતંત્રતા આપી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ સંકેત આપ્‍યો છે કે આતંકવાદના સમર્થકોને યોગ્‍ય જવાબ આપવામાં આવશે. ભારતીય સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે અને જમ્‍મુ-કાશ્‍મીરમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવ્‍યું છે. રાષ્‍ટ્રીય તપાસ એજન્‍સી (NIA) પણ હુમલાના કાવતરા અને આતંકવાદી નેટવર્કની તપાસ કરી રહી છે.

(10:16 AM IST)