News of Tuesday, 6th May 2025
તેલંગાણા મોડેલના આધારે જાતિ સર્વે કરો, અનામત પર 50 ટકાની મર્યાદા દૂર કરવા સાથે, કલમ 15 (5) હેઠળ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં SC/ST અને OBC સમુદાયોને અનામત આપવી જોઈએ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર પાઠવીને યોગ્ય કરવા માંગણી કરી : તમામ રાજકીય પક્ષો સાથે પરામર્શ કરવાની માંગ કરી

નવી દિલ્હી તા.૬ :કેન્દ્ર સરકારે તાજેતરમાં જાતિગત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેલંગાણા મોડેલના આધારે જાતિ સર્વે કરાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે અનામત પર 50 ટકાની મર્યાદા દૂર કરવા સાથે, કલમ 15 (5) હેઠળ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં SC/ST અને OBC સમુદાયોને અનામત આપવી જોઈએ.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર લખીને જાતિ વસ્તી ગણતરી અંગે તમામ રાજકીય પક્ષો સાથે પરામર્શ કરવાની માંગ કરી છે. મલ્લિકાર્જુન ખડગેએ પોતાના પત્રમાં લખ્યું છે કે, "જાતિ વસ્તી ગણતરીને કોઈ પણ વ્યક્તિ વિભાજનકારી ન ગણી શકે. આવી કોઈપણ પ્રક્રિયા આપણા સમાજના પછાત, પીડિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોને અધિકારો આપે છે."
પહેલગામ હુમલાનો કર્યો ઉલ્લેખ
સોમવારે પીએમ મોદીને લખેલા આ પત્રમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- પહેલગામમાં તાજેતરમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલાના વિરોધમાં આખો દેશ એક થઈને ઉભો રહ્યો. એ જ રીતે, આપણું મહાન રાષ્ટ્ર અને તેમાં રહેતા સારા દિલના લોકો એક સાથે આવશે અને તેને ટેકો આપશે.
ખડેગેએ શું કહ્યું?
મલ્લિકાર્જુન ખડગે કહ્યું છે કે "કોંગ્રેસ માને છે કે સામાજિક અને આર્થિક ન્યાય માટે જાતિગત વસ્તી ગણતરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી લોકોને સમાન દરજ્જો અને તક મળશે, જેમ કે આપણા બંધારણની પ્રસ્તાવનામાં પણ લખાયેલું છે.
જયરામ રમેશે શેર કર્યો પત્ર
કોંગ્રેસ પાર્ટીના નેતા જયરામ રમેશે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ખડગેની માંગને સમર્થન આપ્યું છે. તેમણે મલ્લિકાર્જુન ખડગેનો પત્ર શેર કર્યો અને લખ્યું, "2 મેના રોજ યોજાયેલી CWC બેઠક પછી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગઈકાલે (સોમવારે) રાત્રે PM મોદીને પત્ર લખ્યો. એક તરફ, પહેલગામ હુમલા બાદ આખો દેશ ગુસ્સે છે, તો બીજી તરફ, PM મોદીએ જાતિ વસ્તી ગણતરી પર યુ-ટર્ન લીધો છે. આ પત્રમાં, ખડગેજીએ સરકાર પાસેથી 3 માંગણીઓ કરી છે."
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
