<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

બેંગકોકથી મોસ્કો જઈ રહ્યું હતું વિમાન, દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

કેબિનમાંથી નીકળવા લાગ્યો ધુમાડોઃફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટરાઈડ૨૪. કોમ પર મળતી માહિતી પ્રમાણે આ બોઈંગ વિમાન ૭૭૭-૩૦૦ ER હતું

નવીદિલ્હી: બેંગકોકથી મોસ્કો જઈ રહેલા એરોફ્લોટ વિમાનને દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ સમયે વિમાનમાં ૪૦૦થી વધુ લોકો સફર કરી રહ્યા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વિમાન નંબર જીેં૨૭૩ ના કેબિનમાં ધુમાડો નીકળવાની કારણે વિમાનને ઈમરજન્સી દિલ્હીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. રશિયન વિમાન કંપની એરોફ્લોટ સાથે તાત્કાલિક સંપર્ક થઈ શક્યો નથી. સુત્રોએ જણાવ્યું કેસ વિમાન બપોરે આશરે ૩.૫૦ વાગ્યે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું અને તેમાં ૪૦૦ થી વધારે લોકો સવારી રહ્યા હતા. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટરાઈડ૨૪. કોમ પર મળતી માહિતી પ્રમાણે આ બોઈંગ વિમાન ૭૭૭-૩૦૦ ER હતું.આ પહેલા ૨૧ એપ્રિલે જેદ્દાહથી આવી રહેલા સાઉદી એરલાઈન્સના એક વિમાનને સાંજે દિલ્હી એરપોર્ટ પર ટાયર પંચર થવાને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સુત્રોએ કહ્યું કે, જેદ્દાહથી દિલ્હી જઈ રહેલા વિમાન નંબર (SV૭૫૮)માં ૩૦૦ થી વધુ લોકો સવાર હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

 

 

(9:55 PM IST)