News of Wednesday, 7th May 2025
લાઈન ઓફ કંટ્રોલ નજીક પીઓકેમાં પ્રચંડ મોટા વિસ્ફોટો: અફરાતફરીનો માહોલ: ન્યુઝ ફર્સ્ટ

નવી દિલ્હી: વહેલી સવારે થોડા સમય પહેલાં પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં મોટા અને એકસાથે અનેક ધડાકા સંભળાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નિયંત્રણ રેખા (એલઓસી) નજીકના વિસ્તારોમાં આ ધડાકાઓ સંભળાયા હતા. જો કે, ધડાકાનું ચોક્કસ કારણ અને સ્થળ હજી સુધી જાણી શકાયું નથી.
આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ એક્સ (ટ્વીટર) અને અન્ય ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક પ્રકારની અટકળો અને દાવાઓ શરૂ થઈ ગયા છે.
સ્થાનિક લોકો દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અને અમુક અપ્રમાણિત વીડિયોમાં ધુમાડાના ગોટેગોટા અને જોરદાર અવાજો સાંભળવા મળ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
ભારતીય સુરક્ષા એજન્સીઓ આ ઘટના પર ચાંપતી નજર રાખી રહી છે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે થોડા સમય પહેલાં જ ભારતીય મિસાઇલો દ્વારા લાઇન ઓફ કંટ્રોલ નજીકના ૯ આતંકવાદી ઠેકાણાં પર હુમલાના અને ૭૩ જેટલા આતંકીઓ ફૂંકી મરાયાના અહેવાલો આવ્યા હતા.
પાકિસ્તાને જો કે ભારતીય વિમાનો તોડી પાડવાનો અને સૈનિકોને કેદી બનાવવાનો દાવો કર્યો હતો, જેને ભારતે ગપગોળો ગણાવી સખત રીતે નકારી કાઢ્યો છે.
પીઓકેમાં થયેલા આ નવા ધડાકાઓએ સરહદ પર પહેલેથી જ તંગ બનેલા માહોલમાં વધુ ગરમાવો લાવી દીધો છે. આ ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
