News of Wednesday, 7th May 2025
ભારતીય સેના પર ગર્વ...જય હિન્દ : રાહુલ ગાંધીએ સૈન્યના પરાક્રમની પ્રશંસા કરી
પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

નવી દિલ્હી, તા.૭: પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા પછી, રાહુલ ગાંધીએ સેનાની પ્રશંસા કરી છે. તેમણે X પર એક પોસ્ટ શેર કરી છે અને લખ્યું છે, ‘અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે...'
ઓપરેશન સિંદૂર પછી, સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે અને દરેક વ્યક્તિ ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરી રહી છે. દરમિયાન, રાહુલ ગાંધીએ સેનાની બહાદુરીની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને લખ્યું છે, ‘અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે. જય હિંદ!'
રાહુલ ગાંધી પહેલા, કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુને કહ્યું હતું કે, પાકિસ્તાન અને PoKમાંથી ઉદભવતા તમામ પ્રકારના આતંકવાદ સામે ભારતની એક અડગ રાષ્ટ્રીય નીતિ છે.
તેમણે X પોસ્ટમાં આગળ લખ્યું છે કે, અમને અમારા ભારતીય સશષા દળો પર ખૂબ ગર્વ છે, જેમણે પાકિસ્તાન અને ભ્ંધ્માં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે. અમે તેમના દૃઢ નિશ્ચય અને હિંમતની પ્રશંસા કરીએ છીએ.
કલ્પના બહારઃ ભારતીય સેનાની કાર્યવાહી ૨૦૧૬ અને ૨૦૧૯ કરતાં કેટલી ઘાતક છે!
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, પહેલગામ આતંકવાદી હુમલાના દિવસથી, કોંગ્રેસ સરહદ પાર આતંકવાદ સામે કોઈપણ નિર્ણાયક કાર્યવાહી કરવા માટે સશષા દળો અને સરકાર સાથે ઉભી છે.
તેઓ કહે છે કે એકતા એ સમયની જરૂરિયાત છે અને કોંગ્રેસ આપણા સશષા દળો સાથે ઉભી છે. આપણા નેતાઓએ ભૂતકાળમાં રસ્તો બતાવ્યો છે અને આપણા માટે રાષ્ટ્રીય હિત પ્રથમ આવે છે.
હકીકતમાં, ભારતે મોડી રાત્રે હવાઈ હુમલા કરીને પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓને નિશાન બનાવી. તે એક લક્ષિત, માપેલ અને બિન-ઉશ્કેરણીજનક કાર્યવાહી હતી.
સરકારે એક નિવેદનમાં કહ્યું કે આ કાર્યવાહી સેના, વાયુસેના અને નૌકાદળનું સંયુક્ત પગલું છે, જેમાં ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી માળખાને નિશાન બનાવ્યું હતું, જ્યાંથી ભારત વિરુદ્ધ હુમલાઓનું આયોજન અને નિર્દેશન કરવામાં આવતું હતું.
પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારતીય હુમલામાં છ સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો અને આઠ લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આ હુમલાને યુદ્ધનું કળત્ય ગણાવ્યું અને કહ્યું કે અમને આનો યોગ્ય જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે.(૨૩.૮)
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
