News of Wednesday, 7th May 2025
અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે, જેમણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો:મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, પહેલગામ આતંકવાદી હુમલાના દિવસથી કોંગ્રેસ સરહદ પારના આતંકવાદ સામે કોઈપણ નિર્ણાયક કાર્યવાહી કરવા માટે સશસ્ત્ર દળો અને સરકાર સાથે ઉભી છે

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુને કહ્યું હતું કે, પાકિસ્તાન અને પીઓકેમાંથી ઉદ્ભવતા તમામ પ્રકારના આતંકવાદ સામે ભારતની એક અટલ રાષ્ટ્રીય નીતિ છે. તેમણે પોસ્ટમાં આગળ લખ્યું હતું કે, અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે, જેમણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે. અમે તેમના દૃઢ નિશ્ચય અને હિંમતની પ્રશંસા કરીએ છીએ.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, પહેલગામ આતંકવાદી હુમલાના દિવસથી, કોંગ્રેસ સરહદ પારના આતંકવાદ સામે કોઈપણ નિર્ણાયક કાર્યવાહી કરવા માટે સશસ્ત્ર દળો અને સરકાર સાથે ઉભી છે. તેમનું કહેવું છે કે એકતા એ સમયની જરૂરિયાત છે અને કોંગ્રેસ આપણા સશસ્ત્ર દળો સાથે ઉભી છે. ભૂતકાળમાં આપણા નેતાઓએ રસ્તો બતાવ્યો છે અને આપણા માટે રાષ્ટ્રીય હિત પ્રથમ છે
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
