<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

અસસુદ્દીન ઔવેસી બોલ્યા: પાકિસ્તાનના આતંકવાદી માળખાને સંપૂર્ણપણે નાશ કરવો જોઈએ. જય હિંદ!

ભારતીય સેનાએ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા

ભારતીય સેનાએ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં 6-7 મેની રાત્રે POK પર હુમલો કર્યો હતો. આ દરમિયાન 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું હતું કે હું આપણા દળો દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર થયેલા હુમલાનું સ્વાગત કરું છું. પાકિસ્તાની ડીપ સ્ટેટને એટલો કડક પાઠ ભણાવવો જોઈએ કે ફરી ક્યારેય પહેલગામ ન બને. પાકિસ્તાનના આતંકવાદી માળખાને સંપૂર્ણપણે નાશ કરવો જોઈએ. જય હિંદ!

ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર તેમજ બહાવલપુર, કોટલી, મુરીદકે, બાગ અને મુઝફ્ફરાબાદના સ્થળોને નિશાન બનાવ્યા છે. આ તે સ્થળો છે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવી રહ્યો હતો

 

(10:45 AM IST)