News of Wednesday, 7th May 2025
કયાં કયાં એરસ્ટ્રાઇક થઇ?

ભારતે જે ૯ સ્થળે પ્રહાર કર્યો તે નીચે મુજબ છે.
બહાવલપુરઃ આંતરરાષ્ટ્રીય સરહદથી ૧૦૦ કિમી દૂર. આ થ્ફૂપ્નું મુખ્ય મથક છે, જેની સ્થાપના અહીં મસૂદ અઝહર દ્વારા કરવામાં આવી હતી. પઠાણકોટ હુમલા અને પુલવામા હુમલાનું કાવતરું અહીંથી જ ઘડાયું હતું.
મુરિદકેઃ સરહદથી ૩૦ કિમી દૂર, લશ્કર-એ-તૈયબા (LeT) અને તેના ફ્રન્ટ સંગઠન જમાત-ઉદ-દાવા (JuD)નું કેન્દ્ર. તે લશ્કર-એ-તૈયબાનું મુખ્ય તાલીમ અને સંચાલન કેન્દ્ર છે, જ્યાંથી ૨૬/૧૧ ના મુંબઈ હુમલાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુલપુરઃ LoC થી ૩૫ કિમી દૂર, પૂંછ-રાજૌરી (૨૦૨૩ પૂંછ હુમલો અને ૨૦૨૪ માં યાત્રાળુઓ પર
સવાઈઃ પાકિસ્તાન અધિકળત કાશ્મીરમાં ૩૦ કિમી અંદર. સોનમર્ગ હુમલો, ગુલમર્ગ હુમલો અને તાજેતરમાં પહેલગામ હુમલો સાથે જોડાયેલ. LOC ની ખૂબ નજીક આવેલું આ કેમ્પ ઘૂસણખોરી માટે ખૂબ જ સક્રિય છે. તે ISI ની દેખરેખ હેઠળ રહે છે અને દરેક ઓપરેશન પહેલા અહીં એક મીટિંગ યોજાય છે.
બિલાલ કેમ્પઃ JeM લોન્ચપેડ - આ કેન્દ્ર લશ્કર-એ-તૈયબાની પ્રવળત્તિઓ સાથે જોડાયેલું છે.
કોટલી કેમ્પઃ LoC થી ૧૫ કિમી, રાજૌરીની સામે. આ ISI સમર્થિત સંગઠન કાશ્મીરમાં એક ઉચ્ચ મૂલ્યનું લક્ષ્ય રહ્યું છે. નિયંત્રણ રેખા (LoC) ની ખૂબ નજીક હોવાથી, ઘૂસણખોરીનો મુખ્ય માર્ગ પણ અહીંથી જ પસાર થાય છે.
બરનાલા કેમ્પઃ LoC થી ૧૦k દૂર, રાજૌરીની સામે - આતંકી જૂથ જમાત ઉદ દાવાનું કેન્દ્ર. આ કેન્દ્રને અહલે હદીસ બ્રાન્ડિંગ પાછળ જમાત-ઉદ-દાવાનાં નવા વૈચારિક અને કટ્ટરપંથી વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી લશ્કર-એ-તોયબા માટે ભંડોળ, તાલીમ અને વૈચારિક ઝેર ફેલાવવામાં આવે છે.
સરજલ કેમ્પઃ આંતરરાષ્ટ્રીય સરહદથી ૮ કિમી દૂર, સામ્બા-કઠુઆ (JEM કેમ્પ) ની સામે. અહીં હિઝબુલ મુજાહિદ્દીનનું કેન્દ્ર વિસ્ફોટમાં ઉડાવી દેવામાં આવ્યું છે. પીઓકેના આ સેક્ટરમાં, આ સંગઠન ઘૂસણખોરીની તૈયારી, મેપિંગ અને ગ્રાઉન્ડ ટ્રેનિંગ પૂરું પાડે છે.
મેહમૂના કેમ્પઃ આંતરરાષ્ટ્રીય સરહદ, સિયાલકોટ (હિઝબુલ મુજાહિદ્દીન તાલીમ કેન્દ્ર) થી ૧૫ કિમી દૂર - આ એક ઓછું જાણીતું પરંતુ અત્યંત ઘાતક કેન્દ્ર છે જે કાશ્મીરમાં સ્થાનિક ભરતી અને તાલીમ આપે છે. તે ૧૯૯૦ના દાયકામાં પણ સક્રિય હતું, અને હવે ફરીથી એક નવા નામ સાથે ઉભું થઈ રહ્યું છે.(૩૮.૧૨)
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
