<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

‘ઓપરેશન સિંદૂર' પર અજમેર શરીફ દરગાહના દીવાન સૈયદ નસીરૂદ્દીન ચિશ્‍તીનું નિવેદન...

હું પીએમનો આભાર માનું છું... તેમણે દેશના લોકોની ભાવનાઓને સમજી અને પાકિસ્‍તાનને જડબાતોડ જવાબ આપ્‍યો

અજમેર, તા.૭: ભારત તરફથી પાકિસ્‍તાન વિરુદ્ધ લેવામાં આવેલા પગલાં ‘ઑપરેશન સિંદૂર' પર ઑલ ઈન્‍ડિયા સૂફી સજ્‍જાદાનશીન કાઉન્‍સિલના ચૅરમેન અને અજમેર શરીફ દરગાહના દીવાન સૈયદ નસીરુદ્દીન ચિશ્‍તીનું નિવેદન સામે આવ્‍યું છે. તેમણે કહ્યું કે, ‘આજે ભારતે પોતાની શક્‍તિ બતાવી છે. હું બધા સૈન્‍યકર્મીઓને સલામ કરું છું અને સરકારનો પણ આભાર માનું છું.'

સૈયદ નસીરુદ્દીન ચિશ્‍તીએ કહ્યું, ‘હું વડાપ્રધાનનો આભાર માનું છું કારણ કે તેમણે દેશના લોકોની લાગણીઓ સમજી અને પાકિસ્‍તાનને યોગ્‍ય જવાબ આપ્‍યો. અમે આતંકવાદને જડમૂળથી ઉખાડી નાખીશું. સિંદૂર આપણી સંસ્‍કળતિમાં એક ખાસ સ્‍થાન ધરાવે છે કારણ કે તે પરિણીત મહિલાઓ ધારણ કરે છે, પરંતુ તેમાંથી ઘણીએ પહેલગામમાં તે ગુમાવી દીધું હતું અને આજે આપણે ઑપરેશન સિંદૂર દ્વારા તેનો બદલો લીધો છે.' તેમણે કહ્યું કે આખી દુનિયા ભારતીય સેનાની તાકાતનો સ્‍વીકાર કરે છે અને આજે ભારતે પોતાની શક્‍તિ બતાવી છે. ભારત સરકાર અને ભારતીય સેના પાસેથી લોકોની અપેક્ષાઓ પર દેશ ખરો ઉતર્યો છે. બધા આતંકવાદીઓને, તેમને ટેકો આપનારાઓને, સરકારને અને આખી દુનિયાને કહેવામાં આવ્‍યું છે કે આ નવું ભારત છે.

(3:09 PM IST)