તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 7th May 2025
બન્ને દેશો સંયમ રાખે જેથી પરિસ્થિતિ વધુ ન બગડેઃ ચીન
પાકિસ્તાનને ડ્રેગને સમર્થન ન આપ્યુઃ આશા ધુળધાણી

નવી દિલ્હી, તા. ૭: ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર એરસ્ટ્રાઈક કર્યા બાદ વિશ્વભરથી પ્રતિક્રિયાઓ આવવાની શરૂઆત થઈ છે. સૌથી પહેલા ઈઝરાયલ ભારતની પડખે ઊભું થયું છે અને સમર્થન આપતા કહ્યું છે કે, ‘આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીમાં અમારું સમર્થન રહેશે.'
ચીને કહ્યું છે કે, ‘સૈન્ય કાર્યવાહીથી અમે ચિંતિત છીએ. ભારત અને પાકિસ્તાન હંમેશા પડોશી રહેશે અને બંને ભારતના પડોશી દેશ છે. ચીન તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે. અમે બંને પક્ષોને શાંતિ અને સ્થિરતા માટે પગલાં લેવા અપીલ કરીએ છીએ, બંને દેશો સંયમ રાખે જેથી પરિસ્થિતિ વધુ ન બગડે.' આમ તો પાકિસ્તાનને ચીનથી જ સૌથી વધુ આશા હતી, જોકે ચીને પોતાના નિવેદન સીધું જ પાકિસ્તાનનું સમર્થન નથી કર્યું અને બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે.
ભારતીય સેનાએ કુલ ૯ ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું છે કે, ‘ન્યાય થયો, જય હિન્દ'
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
