<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

પીએમ મોદીનો પ દિવસનો યુરોપનો પ્રવાસ રદ્દ

હાલની સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને નોર્વે, નેધરલેન્‍ડ અને કોરીયાનો પ્રવાસ રદ્દ કર્યા

નવી દિલ્‍હી, તા.૭: પાકિસ્‍તાન પર થયેલા હુમલા બાદ પીએમ મોદીનો મોટો નિર્ણય સામે આવ્‍યો છે. પીએમ મોદીએ ત્રણ દેશોની મુલાકાત રદ કરી છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી ૩ યુરોપિયન દેશોમાં ઘણી મહત્‍વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટો અને બેઠકોમાં ભાગ લેવાના હતા. હવે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનો નોર્વે, ક્રોએશિયા અને નેધરલેન્‍ડ એટલે કે ૩ દેશોનો પ્રવાસ હાલ પૂરતો રદ કરવામાં આવ્‍યો છે.

ભારતીય સેનાએ પાકિસ્‍તાનમાં ૯ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. આ કાર્યવાહી બાદ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ મોટો નિર્ણય લીધો છે. પીએમ મોદીએ ત્રણ દેશોની તેમની મુલાકાત રદ કરી છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી ૩ યુરોપિયન દેશોમાં ઘણી મહત્‍વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટો અને બેઠકોમાં ભાગ લેવાના હતા.

હવે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનો નોર્વે, ક્રોએશિયા અને નેધરલેન્‍ડ એટલે કે ૩ દેશોનો પ્રવાસ હાલ પૂરતો રદ કરવામાં આવ્‍યો છે. મોદી ૧૩ થી ૧૭ મે દરમિયાન ક્રોએશિયા, નોર્વે અને નેધરલેન્‍ડની મુલાકાત લેવાના હતા. વડાપ્રધાન નોર્ડિક સમિટમાં ભાગ લેવા નોર્વે જઈ રહ્યા હતા

(3:15 PM IST)