News of Wednesday, 7th May 2025
નવા પોપની ચૂંટણી માટે વેટિકનમાં કાર્ડિનલ્સની અંતિમ પ્રાર્થના : આજે સિસ્ટાઇન ચેપલમાં ગુપ્ત મતદાન શરૂ
પાંચ ખંડોના ૧૩૩ કાર્ડિનલ ફ્રાન્સિસના ઉત્તરાધિકારીની પસંદગી કરશે : લાંબી પ્રક્રિયા બાદ નવા પોપ જાહેર થવાની શક્યતા

વેટિકન સિટી: વિશ્વના ૧.૪ અબજ કેથોલિકોના નવા ધર્મગુરુની ચૂંટણી માટે આજે વેટિકનના સેન્ટ પીટર્સ બેસિલિકામાં પાંચ ખંડોના કાર્ડિનલ્સે અંતિમ માસ યોજ્યો હતો. ત્યારબાદ તેઓ નવા પોપની પસંદગી માટે ગુપ્ત મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા માટે અલગ થઈ જશે. પોપ ફ્રાન્સિસના ૧૨ વર્ષના શાસન બાદ ગયા મહિને તેમના નિધન પછી નવા પોપની ચૂંટણી યોજાઈ રહી છે.
કુલ ૧૩૩ કાર્ડિનલ ઇલેક્ટર્સ આ ગુપ્ત મતદાન પ્રક્રિયા (કોન્ક્લેવ) માં ભાગ લેશે, જે પોપ ફ્રાન્સિસના અનુગામીની પસંદગી માટેની મતદાન પ્રક્રિયા છે. કાર્ડિનલ્સ આજે બુધવારે મોડી સાંજે ૧૫મી સદીના સિસ્ટાઇન ચેપલમાં પ્રવેશ કરશે અને કોન્ક્લેવની શરૂઆત કરશે. આ પ્રક્રિયા ઘણા દિવસો સુધી ચાલે તેવી શક્યતા છે.
ચર્ચની અંદર પ્રગતિશીલ અને રૂઢિચુસ્ત પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરતા પાદરીઓમાં કોઈ સ્પષ્ટ અગ્રેસર સામે આવ્યું નથી, અને ૨૦૦૦ વર્ષ જૂની સંસ્થાનું નેતૃત્વ કરવા માટેની સ્પર્ધા તદ્દન ખુલ્લી જણાય છે.
ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાના સમયમાં, નવા પોપને રાજદ્વારી સંતુલન જાળવવાની સાથે સાથે ચર્ચમાં આંતરિક વિખવાદ, પાદરીઓના બાળ જાતીય દુર્વ્યવહાર કૌભાંડના સતત પડઘા અને પશ્ચિમમાં ખાલી થઈ રહેલી દેવળો જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. કાર્ડિનલ્સની પ્રાર્થના બાદ હવે સૌની નજર સિસ્ટાઇન ચેપલ પર મંડાયેલી છે, જ્યાં ગુપ્ત મતદાન દ્વારા નવા પોપના નામ પર મહોર લાગશે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
