News of Wednesday, 7th May 2025
ભટિંડા નજીક આકાશી આફત : વિમાન ક્રેશમાં એકનું મોત : નવ ઘાયલ : જુઓ વિડિયો
અકાલી ખુર્દમાં વિસ્ફોટ સાથે દુર્ઘટના : સેના-વાયુસેનાએ સંભાળ્યો મોરચો

Punjab: A plane crashed & caught fire in Bathinda during Operation Sindoor. Haryana's Govind died, ~9 injured. Incident around 2 AM. Awaiting official details on plane ownership. #Punjab #Bathinda #IndoPak #news pic.twitter.com/LrINNkKlVT
— Akashdeep Singh (@akashgill78) May 7, 2025
ભટિંડા, 7 મે 2025: પંજાબના ભટિંડા જિલ્લામાં ભીસિયાણા એરફોર્સ સ્ટેશનથી 20 કિમી દૂર અકાલી ખુર્દ ગામમાં બુધવારે વહેલી સવારે લગભગ 2 વાગ્યે એક અજ્ઞાત વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં થયેલા જોરદાર વિસ્ફોટને કારણે હરિયાણાના એક મજૂરનું મોત થયું, જ્યારે નવ અન્ય લોકો દાઝી ગયા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, પરંતુ અધિકારીઓએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
ગામમાં રાત્રે ફેલાયો ભયનો માહોલ
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, વિમાન ગામની નજીકના ખેતરમાં ક્રેશ થયું, જેના પછી થયેલા વિસ્ફોટના અવાજથી આખું ગામ ગભરાઈ ગયું. રાત્રે ઊંઘમાંથી જાગેલા લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા. મૃતકની ઓળખ હરિયાણાના હિસારના રહેવાસી ગોવિંદ તરીકે થઈ છે, જે ઘઉંની લણણી માટે ગામમાં આવ્યો હતો અને ઘટનાસ્થળ નજીક એક રૂમમાં રહેતો હતો.
ગામવાસીઓએ જણાવ્યું કે ગોવિંદ ઘટનાનો વીડિયો બનાવવા વિમાનની નજીક ગયો હતો. આ દરમિયાન વિમાનમાં અચાનક બીજો વિસ્ફોટ થયો, જેમાં તેનું મોત થયું. આ ઘટનામાં દાઝી ગયેલા નવ લોકોને તાત્કાલિક ભટિંડાના ગોનિયાના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.
ઘટનાની માહિતી મળતાં જ પંજાબ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ફાયર બ્રિગેડે વિમાનમાં લાગેલી આગને કાબૂમાં લીધી, જ્યારે સેના અને વાયુસેનાના અધિકારીઓએ વહેલી સવારે ઘટનાસ્થળનો કબજો લઈ લીધો. સેનાએ વિસ્તારને ઘેરી લઈને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી, અને વાયુસેનાના જવાનોએ વિમાનના કાટમાળને એકઠો કરવાનું શરૂ કર્યું.
સવાર સુધીમાં આ ઘટનાની ખબર આજુબાજુના વિસ્તારોમાં ફેલાઈ ગઈ, અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા. પોલીસે ગ્રામજનોને સ્થળથી દૂર રાખવા બેરિકેડ્સ ઉભા કર્યા અને ભીડને નિયંત્રિત કરી.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારતે તાજેતરમાં પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાંઓ પર હવાઈ હુમલા કરીને નવ આતંકી અડ્ડાઓનો નાશ કર્યો હતો. જોકે, આ દુર્ઘટના સાથે તેનો કોઈ સંબંધ છે કે નહીં, તે અંગે હજુ સ્પષ્ટતા થવાની બાકી છે.
તપાસ શરૂ થઈ ગઈ છે, અને લોકો વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
