તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
ઉન્હોંને કહા થા મોદી કો બતા દેના ઔર મોદીને ઇનકો બતા દિયા

નવી દિલ્હી, તા.૮: પાકિસ્તાનમાં અને એણે પચાવી પાડેલા કાશ્મીરમાં મોદીએ જબરદસ્ત અટૅક કરીને વચન પાળી દેખાડ્યું: પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ હિન્દુઓની પત્નીઓને કહ્યું હતું કે જાકે મોદી કો બતાના, મોદીએ તેમને જ બરાબર દેખાડી દીધુંભારતીય મહિલાઓના સિંદૂરને હણનારા આતંકવાદીઓના ખાતમા માટેના ઑપરેશનનું નામ વડાપ્રધાને પોતે જ આપ્યું.
પચીસ મિનિટ સુધી ચાલેલા ઑપરેશન સિંદૂરમાં આતંકવાદીઓનાં ઠેકાણાંઓને સેનાએ નષ્ટ કરી દીધાં અને આતંકવાદીઓને નરકનો રસ્તો બતાવવામાં આવ્યો. વડા પ્રધાન મોદીએ આતંકવાદીઓનો સફાયો કરવાનું રાષ્ટ્રને આપેલું વચન પૂર્ણ કર્યું. ઑપરેશન સિંદૂર ખૂબ જ ગુપ્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ આ ઍર સ્ટ્રાઇકના માત્ર ૪ કલાક પહેલાં વડા પ્રધાન મોદી એક કાર્યક્રમમાં કંઈક બોલતાં અચાનક અટકી ગયા. મંગળવારે રાત્રે એક ચૅનલના કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન મોદીએ કોઈ વાત પર કહ્યું કે ઔર મુઝે ભી... આટલું બોલ્યા બાદ વડા પ્રધાન મોદી થોભી ગયા. લગભગ ૬-૭ સેકન્ડ થોભ્યા પછી તેમણે ચર્ચાનો વિષય બદલ્યો એટલે કે પોતાનું વાકય પૂરું કર્યા વિના, તેમણે કંઈક બીજું કહેવાનું શરૂ કર્યું. વડાપ્રધાન મોદી ભલે કોઈ કાર્યક્રમમાં બોલી રહ્યા હોય, પરંતુ તેમના મગજમાં ઑપરેશન સિંદૂર ચાલી રહ્યું હતું. વડાપ્રધાન મોદીનો ખચકાટ દર્શાવે છે કે તેઓ શારીરિક રીતે ત્યાં હાજર હતા, પરંતુ તેમનું મન બીજે કયાંક હતું. દેશના સંરક્ષણપ્રધાન પણ ખૂબ જ જવાબદારી અને ઉત્સાહ સાથે કહી રહ્યા હતા કે દેશના લોકો જે ઇચ્છશે એ થશે. એનો અર્થ એ થયો કે ચર્ચા ફક્ત પાણીહડતાળ સુધી જ અટકવાની નથી.(૨૩.૪)
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
